સમસ્યાનું સુખદ સમાધાન:રાજપીપલામાં મુખ્ય માર્ગ પર ઉભી રહેતી નોનવેજની લારીઓને પાલિકાએ બીજી જગ્યાએ ખસેડી

નર્મદા (રાજપીપળા)2 મહિનો પહેલા
  • કૉપી લિંક

રજવાડી નગરી રાજપીપલા શહેરમાં પ્રવેશતા જ વિનાયકરાવ વૈદ્ય પબ્લિક ગાર્ડન સામે બંને બાજુએ વર્ષોથી નોનવેજ ખાણી-પીણીની લારીઓ હતી. જે ખાવા આવનાર ગ્રાહકો ગમેતેમ વાહનો પાર્ક કરતા અને ટ્રાફિકની સમસ્યા રહેતી હતી. આ સાથે કેટલાક ધાર્મિક લોકોની લાગણી પણ દુભાતી હતી. આ સમસ્યાનો વર્ષોથી કોઈ ઉકેલ લાવી શક્યા નહોતા, પરંતુ રાજપીપલા નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલ દ્વારા વર્ષો જૂની લારીઓને હટાવી તેમને કાળા ઘોડા પાસે મુકવામાં આવી છે. જેમાં ટ્રાફિકની સમશ્યા દૂર થઇ અને ધાર્મિકોની જે લાગણી દુભાતી હતી જે પણ દૂર થઇ અને જે લારીઓ મૂકી ધંધો રોજગાર કરતા સ્થાનિક લોકોની રોજગારીના બગાડે એ માટે એક નોનવેજ માર્કેટ જેવું બનાવી દીધું જેનાથી લારીની આજુ બાજુમાં બેસીને ગ્રાહકો શાંતિથી ખાઈ શકે એવી વ્યવસ્થા કરવામાં આવી હતી.

આ બાબતે રાજપીપલા નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, રાજપીપલાના મુખ્ય માર્ગ પર વર્ષોથી નોનવેજની જે લારીઓ હતી જે હટાવવાનો એક મોટી મુશ્કેલી હતી. દિવાળી ટાણે કોઈનો પણ ધંધો ન બગડે અને મુખ્ય માર્ગ પરથી દબાણો દૂર થાય એ માટે વિજયચોક કાલાઘોડા સર્કલ પાસે હાલ મૂકી એક નોજવેજ બજાર બનાવાયું છે. આ પગલાંથી બધી સમસ્યાઓ હલ થઇ રાજપીપળાના પ્રવેશદ્વારની રોનક વધી છે. કોઈપણ પ્રવાસીઓ અહીંયાથી પસાર થાય તો ખરાબ ન લાગે ધાર્મિકોની લાગણી પણ ન દુભાય આમ બધાની સમસ્યા જે વર્ષો જૂની હતી તે આ પગલાંથી હલ થઈ ગઈ છે.

અન્ય સમાચારો પણ છે...