'ઉજ્જવલ ભારત-ઉજ્જવલ ભવિષ્ય':રાજપીપળા ખાતે રાષ્ટ્રવ્યાપી ઉજવણીનો કાર્યક્રમ, વિજ વિભાગના લાભાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કરાયા

નર્મદા (રાજપીપળા)20 દિવસ પહેલા
  • આજે છેવાડાના માનવી સુધી વિજળી પહોંચી

“આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત દેશભરમાં સરકારના વિવિધ વિભાગો દ્વારા અનેકવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે. જે અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા 25 થી 30 મી જુલાઇ દરમિયાન હાથ ધરાયેલી “ઉજ્જવલ ભારત-ઉજ્જવલ ભવિષ્ય” વિષયક રાષ્ટ્રવ્યાપી ઉજવણીના ભાગરૂપે રાજપીપલામાં ડૉ.બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે કેન્દ્રીય ઉર્જા વિભાગ NTPC ભરૂચ (ઝનોર-ગંધાર) તથા ગુજરાત સરકારના ઉર્જા અને પેટ્રોકેમીકલ્સ વિભાગના સંયુક્ત ઉપક્રમે આયોજીત કાર્યક્રમને નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષાબેન વસાવા, નાંદોદ તાલુકા પંચાયતના પ્રમુખ હરેશ વસાવા, DGVCLના અધિક્ષક ઇજનેર એ.જી.પટેલ અને NTPC ઝનોરના અધિક મહા પ્રબંધક વી.વી.કુરીયન, ડીજીવીસીએલ રાજપીપલાના કાર્યપાલક ઇજનેર એચ.ડી.રાણા અને અંકલેશ્વરના કાર્યપાલક ઇજનેર એચ.આર.મોદી, NTPC ઝનોરના ડેપ્યુટી મેનેજર મહેન્દ્ર માને સહિતની ઉપસ્થિતિમાં દિપ પ્રાગટ્ય ધ્વારા ખૂલ્લો મૂકાયો હતો.

ગામડાંઓમાં 24 કલાક વિજળી મળી રહે તે માટે અનેકવિધ પ્રયાસ
જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષાબેન વસાવાએ કાર્યક્રમમા ઉપસ્થિત લોકોને સંબોધતા જણાવ્યું હતુ કે, ગુજરાત સરકારે છેલ્લા 20 વર્ષમાં અને કેન્દ્રની સરકારે 8 વર્ષમાં જનજન સુધી ઉપલબ્ધ કરાવેલી સુવિધાઓની જાણકારી લોકો સુધી પહોંચાડવામાં આવી રહી છે. ગામડાંઓમાં 24 કલાક વિજળી મળી રહે તેના માટે અનેક સગવડો પૂરી પાડવામાં આવી રહી છે. આજે છેવાડાના માનવી સુધી વિજળીના ઉપયોગ થઇ રહ્યો છે. આ વિજળી નાના ઉદ્યોગને પણ વેગ મળ્યો છે. એટલું જ નહીં ગુજરાતથી માંડીને અન્ય રાજ્યોમાં પણ ઉર્જા ક્ષેત્રે વિકાસ થયો છે.

વિજ ક્ષેત્ર પર ટૂંકી ફિલ્મો દર્શાવવામાં આવી
જયારે દક્ષિણ ગુજરાત વિજ કંપની સુરતના અધિક્ષક ઇજનેર એ.જી.પટેલે જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં "ઉજ્જલ ભારત-ઉજ્જવલ ભવિષ્ય" પાવર @2047 અંતર્ગત ઠેર ઠેર વિજ મહોત્સવની ઉજવણી થઇ રહી છે. ત્યારે સરકારની વિવિધ ઉર્જા ક્ષેત્રની યોજનાઓ જેવી કે સૂર્ય ગુજરાત સોલર રુફટોપ યોજના, સરદર કૃષિ જ્યોતિ યોજના, હિત ઉર્જા શક્તિ યોજના, કૃષિ ગ્રામ્ય યોજના, સોલર સીસ્ટમ જેવી યોજનાઓ વિશે લોકો માહિતગાર થાય અને તેની વિસ્તૃત માહિતી લોકો સુધી પહોંચે અને મહત્તમ લોકો સરકારશ્રીની વિજ વિભાગની યોજનાનો લાભ લે તેવા સધન પ્રયાસો આ કાર્યક્રમ થકી કરવામાં આવી રહ્યા છે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિજ વિભાગની યોજનાના લાભાર્થીઓને પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. તદ્ઉપરાંત કાર્યક્રમમાં આદિવાસી નૃત્ય, નુક્કડ નાટકો અને વિજ ક્ષેત્ર પર ટૂંકી ફિલ્મો પણ દર્શાવવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...