રેકોર્ડબ્રેક ખાંડનું ઉત્પાદન:નર્મદા સુગરમાં 210 દિવસમાં 11 લાખ MT શેરડીનું પિલાણ કરી 10.65લાખ ક્વિન્ટલ ખાંડનું ઉત્પાદન

રાજપીપળાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
નર્મદા સુગરમાં  માત્ર 210 દિવસમાં 11.30 લાખ MT પિલાણ કર્યું. - Divya Bhaskar
નર્મદા સુગરમાં માત્ર 210 દિવસમાં 11.30 લાખ MT પિલાણ કર્યું.
  • નર્મદા સુગરના ચેરમેને રેકોર્ડબ્રેક કામગીરીને લઇ કર્મચારીઓ અને ખેડૂત સભાસદોનો આભાર માન્યો

ગુજરાતની સુગર ફેક્ટરીઓમાં અગ્રણી ગણાતી ઘી નર્મદા સુગર ફેક્ટરી, ધારીખેડા ખેડૂતોના હિત માં તે જોખમ ઉઠાવીને પણ દોડતી રહી છે જેની પાછળ સફળ સંચાલન છે કે માત્ર 2500 મેટ્રિક ટન શેરડી પીલાણની કેપેસીટી ધરાવતી નર્મદા સુગર આ વર્ષે રેકોર્ડ બ્રેક પીલાણ કર્યું. આ સીઝનમાં 210 દિવસ સતત કાર્યરત રહીને 10,77,000 મેટ્રિક ટન શેરડી નું નર્મદા સુગરમાં કુલ પીલાણ થયું.જેના થાકી 10,65,250 કવીન્ટલ ખાંડનું ઉત્પાદન કર્યું .

આ સુગર ફેક્ટરીઓમાં એક રોકોર્ડ બન્યો છે કે જે કોઈ તોડી શકે તેમ નથી. જોકે આ સીઝનમાં જે પીલાણ થયું ઉત્તમ ખાંડ નું ઉત્પાદન થયું જે તમામ બાબત નર્મદા સુગરની ટીમ અને સભાસદ ખેડૂતો છે તમામનો ચેરમેન ઘનશ્યામ પટેલે આભાર વ્યક્ત કર્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર નર્મદા સુગર દ્વારા જે સભાસદ ખેડૂતોને શેરડીનું વાવણી આપવામાં આવી હતી જેના કરતા ત્રણ ગણી શેરડીનું ની વાવણી ખડૂત સભાસદોએ કરી દેતા સંચાલકોની મુશ્કેલી વધારી દીધી હતી.

છતાં એક સુંદર આયોજન કરી એક પણ ખેડૂતની શેરડી ખેતરમાં રહી ના જાય તમામ 11,30,000 મેટ્રિક ટન શેરડીની કુલ કાપણી કરી વધી તે શેરડી 53,000 મેટ્રિક ટન અન્ય સુગરમાં મોકલી કોઈપણ સભાસદ ખેડૂતો ને નિરાશ કર્યા નહિ અને બહારની સુગરમાં ઓછા ભાવ હોય તો પણ નર્મદા સુગરે જાહેર કરેલા ભાવ આપી તમામ ખેડૂતોને ન્યાય આપ્યો વધુ વાવણી હોય વધુ દિવસ સુગર ચલાવી ને રેકોર્ડ બ્રેક પીલાણ કરી બતાવતી નર્મદા સુગર સફળતાથી આગળ વધી રહી છે.

આ વર્ષે અમે ફેક્ટરીની કેપેસીટી કરતા ત્રણગણું પીલાણ કર્યું
આ વર્ષે ખુબ વધુ વાવણી થતા એક ચિંતા હતી પણ એક વિશ્વાસ હતો કે કોઈ ખેડૂત સભાસદનું ખોટું નહિ થવા દવ કે નુકસાન નહિ થવા દવ કેપેસીટી કરતા ત્રણગણું પીલાણ કર્યું અને જે 210 દિવસ માં પીલાણ પૂરું કર્યું, તમામ સભાસદની શેરડીની કાપણી કરી કોઈની બાકી રહી નહિ એનો આનંદ છે. ગયા વર્ષે 7.50 લાખ મેટ્રિક ટન પીલાણ કર્યું હતું. આ વર્ષે એનાથી વધી 11.30 લાખ મેટ્રીકટન પિલાણ કર્યું હવે જો વધારવા જઈએ તો મોટું નુકસાન આવીને ઉભું થાય એ પહેલા ચેતી ઓછું વાવેતર કરીએ તો સારું એવી સૂચના આપી જ દીધી છે. > ઘનશ્યામ પટેલ, ચેરમેન,નર્મદા સુગર.

અન્ય સમાચારો પણ છે...