નર્મદા જિલ્લામાં એસ.ઓ.જી. પોલીસ સક્રિય થઈ કડક કામગીરી કરી રહી છે. ત્યારે બે દિવસ પહેલા પણ હોટેલ, રેસ્ટોરન્ટ સહિતનાં એકમો પર કડક ચેકિંગ કરી જાહેરનામાનું પાલન નહિ કરતા સંચાલકો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. ત્યારબાદ હાલમાં ડેડીયાપાડા વિસ્તારના કારખાના અને શોરૂનાં માલિકો સામે પણ ગુનો દાખલ કરી કાયદાનો પાઠ ભણાવ્યો હતો.
મળતી માહિતી અનુસાર નર્મદા જિલ્લા એસ.ઓ.જી સ્ટાફનાં હે.કો.સતીશ રવજીભાઇની ફરિયાદ મુજબ એસ.ઓ.જી ટીમ ડેડીયાપાડા વિસ્તારમાં ચેકિંગમાં હતી. ત્યારે મેઘા ઓટોમોબાઇલ નામના શોરૂમના સંચાલક દિનેશ સાગાભાઈ વસાવાના વિરુદ્ધ શોરૂમમાં સીસીટીવી કેમેરા નહિ લગાવવા બદલ ગુનો દાખલ કર્યો છે.
ત્યારબાદ હીરા ઘસવાના કારખાનામાં પણ સીસીટીવી કેમેરા નહિ લગાવી જાહેરનામાનો ભંગ કરવા બદલ આ વિસ્તારનાં બે કારખાનાનાં સંચાલકમાં સતિષ રમેશભાઈ વસાવા અને કેતન ધીરુભાઈ કાસોદિયા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. આમ, આ વિસ્તારમાં કુલ ત્રણ ગુના દાખલ કર્યા હતા.
નર્મદા જિલ્લામાં એસ.ઓ.જી. પોલીસ જાહેરનામા બાબતે કડક કાર્યવાહી કરી રહી છે. જોકે આ બાબત દરેક માટે લાભદાયક છે, છતાં જાહેરનામાનો ભંગ કરનાર સામે ગુનો દાખલ કરી કાયદાનું પાલન કરવા સૂચના અપાઇ છે.
મળતી વિગતો અનુસાર નર્મદા જિલ્લામાં દરરોજ અલગ અલગ તાલુકાઓમાં એસ.ઓ.જી. પોલીસ ચેકિંગ કરી જાહેરનામાનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરે છે. ગતરોજ સાગબારા તાલુકામાં ચેકિંગ દરમિયાન સેલંબા તડવી ફળીયામાં ચાલતા હીરા ઘસવાના કારખાનાનાં સંચાલક રવિદાસ નુરજીભાઇ વસાવા રહે, દુધલીવેર, મંદિર ફળિયુ તા. સાગબારા જી. નર્મદાનાઓએ સીસીટીવી કેમેરાનું 30 દિવસનું બેકઅપ નહિ રાખી જાહેરનામાનો ભંગ કરવા બદલ ગુનો દાખલ કર્યો છે.
જ્યારે ખોચરપાડા રોડ પર ચાલતા કારખાનામાં સીસીટીવી કેમેરા નહિ લગાવવા બદલ રાકેશ સીંગાભાઇ વસાવા રહે. ભોરઆમલી, તા. સાગબારા, જી.નર્મદાનાઓ સામે ગુનો દાખલ કર્યો છે. સેલંબા ખાતે ગજાનંદ બલીરામ વસાવા રહે. ભોરઆમલી તા.સાગબારા, જી.નર્મદાનાઓએ હિરા ઘસવાના કારખાનામાં 30 દિવસનું બેકઅપ નહિ રાખતા ગુનો દાખલ થયો છે. જ્યારે યોગેશ ચંદ્રસિંહ વસાવાએ ખોચરપાડા રોડ પર હીરાના કારખાનામાં 30 દિવસનું બેકઅપ નહિ રાખવા બદલ આ તમામ વિરુદ્ધ નર્મદા એસ.ઓ.જીની ટીમે ગુનો દાખલ કર્યો હતો.
ટેકરા ફળિયાના ચાર નબીરા ઝડપાયા...
નર્મદા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેની સૂચના અને જી.એ.સરવૈયા નાયબ પોલીસ અધિક્ષક રાજપીપળા નાઓના માર્ગદર્શન હેઠળને અંગત બાતમીના આધારે રાજપીપલા પોલીસ સ્ટેશનમાં રાજપીપલા અર્બન હેલ્થ સેન્ટરના મુખ્ય પ્રવેશ દ્વારની જમણી બાજુ આવેલા ઇમરજન્સી બહાર નીકળવા માટેની જાળી તેમજ દરવાજાને મારેલ તાળુ નકુચા સાથે તોડી અંદરથી ઓક્સિજન સપ્લાય તાંબાની પાઇપો, સીસીટીવી કેમેરો નંગ-1, કોમ્પ્યુટર સી.પી.યુ સાથેનો સેટ નંગ-1, યુ.પી. એસ પાવર સેવર, ઇન્ટરનેટ કનેક્ટીવીટી રાઉટર મળી કુલ રૂ. 60 હજાર 500ની ચોરીની ફરીયાદ તા. 14/03/2023ના રોજ દાખલ થઈ હતી.
જે અનડીટેક્ટ ચોરી ડીટેક્ટ કરવા સુચના મળતા રાજપીપલા પોલીસ સ્ટેશનનાં આર.જી. ચૌધરી પોલીસ ઈન્સ્પેક્ટર તથા પોલીસ સબ ઈન્સ્પેક્ટર જે.એમ.લટા તથા રાજપીપલા પોલીસ સ્ટાફના માણસોએ ખાનગી રાહે બાતમી આધારે રાજપીપલા ટેકરા ફળીયામા રહેતા (1) સચિન વિઠ્ઠલભાઈ વસાવા, (2) કિશન દિલીપભાઈ વસાવા (3) સંદીપ સુરેશભાઈ વસાવા અને (4) જયરામકુમાર વિનોદભાઈ વસાવા તમામ રહે. ટેકરા ફળીયુ રાજપીપલાનાઓની યુક્તીપૂર્વક અલગ-અલગ રીતે પુછપરછ કરતા આ ઈસમોએ રાજપીપલા અર્બન હેલ્થ સેન્ટરમાં આ તમામ સામાનની ચોરી કરેલી હોવાની કબુલાત કરી હતી. તેમની પાસેથી ચોરીમાં ગયેલો મુદ્દામાલ રીકવર કરી ચારેય વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે.
ડબલ રકમ ચૂકવવાનો હુકમ...
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના સેલંબા ગામના વેપારી ભરત રમેશભાઈ અગ્રવાલે શિક્ષક તરીકે નોકરી કરતા ઉત્તમ ધીમાભાઇ વસાવા પાસેથી 50 હજાર લેવાના હતા. જે બદલ ઉત્તમ વસાવાએ ભરત અગ્રવાલને ચેક આપેલો અને જે ચેક મુજબની રકમ ચેક તારીખે ઉત્તમ એ પોતાના ખાતામાં પૂરતું ભંડોળ ના રાખતા ચેક પરત થયેલો. જેની નોટિસ ભરત એ તેમના વકીલ હિતેશ કે દરજી મારફતે આપી ચેક પરતનાની રકમ ચૂકવવા જણાવેલું. પરંતુ ઉત્તમએ નોટિસ મુજબ નિયત સમયમાં ચેક પરતની રકમ ચુકવણી ન કરતા સાગબારા કોર્ટમાં ભરત રમેશભાઈ અગ્રવાલે 2017માં ઉત્તમ વસાવા વિરુદ્ધ વકીલ હિતેશ દરજી મારફતે ફરિયાદ કરતા ફરિયાદનો પુરાવા બાદ વકીલ હિતેશ દરજીની દલીલો સામે નામદાર કોર્ટના જજ પી એસ રોડલ એ ઉત્તમને એક એક માસની સજા તથા ચેક રકમની ડબલ રકમ 1 લાખ તથા તેના ઉપર ફરિયાદ તારીખથી 9 ટકા લેખે ચુકવણી ન કરે ત્યાં સુધીનું વ્યાજ ચૂકવવાનો હુકમ કર્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.