નાર્કોટિક્સના કેસો માટે સ્પે. ડ્રાઈવ:નર્મદા SOGએ સુકા ગાંજા સાથે એક આરોપીની ધરપકડ કરી; 7,27,240 કિંમતનો મુદ્દામાલ જપ્ત

નર્મદા (રાજપીપળા)એક મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજપીપળા પોલીસ મહાનિર્દેશક CID ક્રાઈમ અને રેલવે ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા નાર્કોટિક્સના કેસો શોધી કાઢવા સ્પે. ડ્રાઈવનું આયોજન કરેલું હતું. જે અનુસંધાને નર્મદા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેએ જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃતી કરતા ઈસમોને પકડી પાડવા પરિણામલક્ષી કામગીરી કરવા સુચના આપી હતી. જેના આધારે કે.ડી.જાટ પોલીસ ઇન્સ્પેક્ટર તથા SOG સ્ટાફના માણસોએ બાતમી આધારે તપાસ હાથ ધરી હતી. જેમાં ઉમેરવા દેસાઈ ફળીયા ખાતે રહેતા મનહર પરષોત્તમ પટેલના ઘરમાંથી વનસ્પતીજન્ય માદક પદાર્થ એટલે કે સુકો ગાંજો મળી આવ્યો હતો. જેમાં 26,740 રૂપિયાની કિંમતનો 2 કિલો 674 ગ્રામ ગાંજો તથા મોબાઈલ એમ કુલ મળીને 7,27,240 કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

તેમજ મુદામાલ આપનાર ઈસમને વોન્ટેડ જાહેર કરી આમલેથા પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ મુજબનો ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. તેમજ નર્મદા જીલ્લા પોલીસ નાર્કોટિક્સના ગેરકાયદેસર ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ કરતાં ઈસમોની પ્રવૃત્તિને ડામવા માટે SOG પીલીસને સફળતા મળી છે. આ રેડમાં PI કે.ડી.જાટ સાથે ASI વિભાબેન, જગદિશભાઇ, હે.કો. ચંદનભાઇ, અ.હે.કો. સતિષભાઇ, મનોજકુમાર, અલ્પેશભાઇ ડ્રા.પો.કો. અનિરૂધ્ધસિંહ, જસવંતસિંહ, સુનિલભાઇ વગેરે લોકોએ એક સાથે કામગીરી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...