આયોજન:રાજપીપળામાં પ્રથમ વખત નર્મદા પ્રીમિયર લીગ યોજાશે

રાજપીપળાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નર્મદા ક્રિકેટ એસો.ની બેઠકમાં નિર્ણય લેવાયો

નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળામાં ચાલુ મહિનામાં નર્મદા પ્રિમિયર લીગનું આયોજન કરવાનો નિર્ણય ક્રિકેટ એસોસીએશનની બેઠકમાં લેવામાં આવ્યો છે. નર્મદા જિલ્લામાં છેલ્લા કેટલાય વર્ષોથી સક્રિય ક્રિકેટ એસોસિયેશનની બેઠક મળી હતી. પ્રમુખ ભરત વસાવા, મંત્રી હરેશ ભટ્ટ ની આગેવાનીમાં રાજપીપલા કરજણ ગેસ્ટહાઉસ ખાતે મળેલી બેઠકમાં નર્મદા પ્રિમિયર લીગ અંગે ચર્ચા કરવામાં આવી હતી. નર્મદા જિલ્લાના વિવિધ ગામોની 15 થી વધુ ટીમો ભાગ લે એવું આયોજન છે. નર્મદા જિલ્લામાં પ્રથમવાર નર્મદા પ્રીમિયર લીગ યોજાવા જઇ રહી છે. જેના થકી જિલ્લાના ખેલાડીઓને ટેલેન્ટ બતાવવા તક મળશે.

પ્રમુખ ભરત એમ વસાવાએ જણાવ્યું હતું કે વર્ષોથી જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ અમે ક્રિકેટ રમતા હતા. પરંતુ જિલ્લામાં ક્રિકેટના સારા ખેલાડીઓ છે. પરંતુ તેમને સારું પ્લેટફોર્મ ના મળવાને કારણે તેમનું ટેલેન્ટ તેમના પૂરતું જ રહે છે. એટલે આજદિન સુધી નર્મદા જિલ્લાનો એક પણ ખેલાડી ભારતીય ક્રિકેટ ટીમમાં નથી. આજે અમે એક બેઠક કરી એક સીઝન ટુર્નામેન્ટ નું આયોજન કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...