નર્મદા પોલીસે ટ્રાફિક સમસ્યા બાબતે ચળવળ શરૂ કરી છે. જેમાં રાજપીપળામાં ટ્રાફિક સમસ્યા વિકરાળ બની છે. ત્યારે વેપારીઓ અને પોલીસે ભેગા મળી તેનું નિરાકરણ લાવવા પ્રયાસો કરે છે. જેમાં આજરોજ રાજપીપળા પોલીસ મથકે પોલીસ અને વેપારી મંડળની મિટિંગ યોજાઈ હતી. જેમાં DY.sp જી.એ.સરવૈયા, ટાઉન PI આર.જી ચૌધરી સહિત પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો. જ્યારે વેપારી મંડળનાં હોદ્દેદારો અને સદસ્યો મોટી સંખ્યામાં હાજર રહી ટ્રાફિક બાબતે પડતી અડચણોને લઈ ચર્ચા કરી વેપારીઓએ પોતાના સૂચનો આપ્યા હતા. જેને પોલીસે સાંભળી ડીવાયએસ અને ટાઉન પીઆઈ એ નોંધ લઈ આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા વેપારી મિત્રોનો સહકાર માંગ્યો હતો.
વેપારીઓએ બાઈક ગેંગ અને પાર્કિંગ બાબતે એક જાહેરનામું બહાર પાડી આડેધડ વાહન પાર્કિંગ બાબતે દંડ કરવા સૂચન આપ્યું તથા અમુક મોટી અને ખુલ્લી જગ્યાએ પાર્કિંગ વ્યવસ્થા ઉભી કરવા જણાવ્યું હતું. સાથે સાથે રોડની બંને બાજુ પટ્ટા મારશે તો રાહત થશે તેમ પણ જણાવ્યું હતું. રોડની સાઈડમાં ફૂટપાથ જરૂરી છે અને સફેદ ટાવર પાસે અમુક ટ્રાફિક સમયે પોલીસ સ્ટાફ વધારો કરવા જણાવ્યું હતું.
Dysp એ કહ્યું કે, વેપારીના સહકારથી ટ્રાફિક સમસ્યા સોલ થશે. જે લોકો લાઇસન્સ વિના નાણાં આપતા હોય અને પઠાણી ઉઘરાણી કરતા હોવાથી ભૂતકાળમાં કેટલાક લોકોએ આપઘાત કર્યાના બનાવ પણ બન્યા છે. તે માટે આવી કોઈ બાબત વેપારીઓના ધ્યાને આવે તો મને અથવા ટાઉન પીઆઈ ને મળી ઊંચા વ્યાજે રૂપિયા આપતા લોકોની માહિતી આપવા જણાવ્યું અને જે પણ માહિતી આપશે તેનું નામ ગુપ્ત રખાશે તેમ કહ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.