સસ્પેન્ડેડ ASIની ગુંડાગીરી:નર્મદા પોલીસ હેડ ક્વાર્ટરના પી.આઈને એએસઆઇએ ગાળો બોલી ધમકી આપી; રાજપીપળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ

નર્મદા (રાજપીપળા)એક મહિનો પહેલા
  • કૉપી લિંક

નર્મદા જિલ્લાના પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ફરજ બજાવતા પોલીસ અધિકારીને સસ્પેન્ડેડ એ.એસ. આઈએ ફોન પર જાનથી મારી નાખવાની ધમકી આપતાં એના વિરૂદ્ધ પોલીસ અધિકારીએ રાજપીપળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. એ.એસ.આઈ એ પોલીસ અધિકારીને ફોન પર ધમકી આપતાં એમ જણાવ્યું હતું કે તમે મને કેમ સસ્પેન્ડ કરાવ્યો છે, કેમ મારો પગાર કરતાં નથી. રાજપીપળા પોલીસ મથકે પોલીસ અધિકારીને ફોન પર ધમકી આપી બિભત્સ વર્તન કરનાર એ.એસ.આઇ સામે ગુનો નોંધાયો છે.

બિભત્સ વર્તન કરનાર એ.એસ.આઇ સામે ગુનો નોંધાયો
નર્મદા જિલ્લા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ફરજ બજાવતા રિઝર્વ પો. ઇન્સ્પેક્ટર ધર્મેન્દ્રસિંહ જોરુભા રાણાએ (રહે.કરજણ કોલોની,રાજપીપળા) નોંધાવેલી ફરીયાદ મુજબ તેઓ જીતનગર પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ફરજ બજાવે છે અને તેમની ફરજમાં પોલીસ કર્મચારીઓની નોકરી વહેચણી કરી દેખરેખ રાખવાની અને પગાર બીલો બનાવવાની કામગીરી આવે છે. સસ્પેન્ડેડ એ.એસ.આઈ વેસતાભાઇ ઓકરીયાભાઇ વસાવાએ (રહે.પોલીસ હેડ કવાર્ટસ પોલીસ લાઇન, જીતનગર) એમને ફોન કરી કહ્યું કે તમે મારો પગાર કેમ નથી બનાવતા તે મને સસ્પેન્ડ કરાવ્યો છે, તેમ કહી ગાળો બિભત્સ ગાળો બોલી ખરાબ વર્તન કરી મારી નાખવાની ધમકી આપી હતી. તો આ બાબતે રિઝર્વ પો. ઇન્સ્પેકટર ધર્મેન્દ્રસિંહ જોરુભા રાણાએ એ.એસ.આઈ વેસતાભાઇ ઓકરીયાભાઇ વસાવા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...