પત્તાપ્રેમીઓના ખેલમાં ખલેલ:નર્મદા પોલીસની શ્રાવણીયો જુગાર રમતા ખેલીઓ પર રેડ; ત્રણ અલગ અલગ સ્થળેથી 8 શખ્સ પકડાયા; એક ફરાર

નર્મદા (રાજપીપળા)2 મહિનો પહેલા
  • કૉપી લિંક

નર્મદા જિલ્લામાં હાલમાં શ્રાવણ માસ ચાલતો હોવાથી લોકો શ્રાવણીયો જુગાર રમતા હોવાથી પોલીસે આવા શ્રાવણીયા જુગાર રમતા ખેલીઓ પર વોચ ગોઠવી હતી. જેમાં જેવી બાતમી મળી કે તરત પોલીસે રેડ કરી જુગાર રમતા ખેલીઓને ઝડપી પાડ્યા હતા. નર્મદા પોલીસે ત્રણ અલગ અલગ સ્થળો પર રેડ કરી 8 જેટલા ખેલીઓને ઝડપી પાડ્યા હતા અને બેને વોન્ટેડ જાહેર કર્યા હતા.

ગરૂડેશ્વર પોલીસે 3 જુગારીયાઓ ઝડપ્યા
જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેની સૂચના મુજબ જિલ્લામાં દારૂની હેરફેર અને જુગારધામો જેવા અસામાજી તત્વોને ડામી દેવા પોલીસ સક્રિય બની હતી. જો કે હાલ ગામેગામ શ્રાવણીયો જુગાર લોકો વધુ રમતા તમામ પોલીસે સ્ટેશનોથી તપાસ કરતા ગરુડેશ્વર તાલુકાના સુકાગામે જવાના રસ્તા પર કેટલાક લોકો જાહેરમાં હારજીતનો જુગાર રમતા હોય ગરુડેશ્વર પોલીસે રેડ કરતા સુકાગામના પ્રભુ તડવી, મનોજ તડવી અજય તડવી ત્રણને ઝડપી જેમની પાસેથી 1060 રૂપિયાનો મુદ્દામાલ ગરુડેશ્વર પોલીસે ઝડપી પાડ્યો હતો.

તિલકવાડા પોલીસે 3ને ઝડપ્યા, બે ફરાર
જ્યારે બીજી બાજુ તિલકવાડા પોલીસે વજેરિયા ગામે જાહેરમાં રમતા પાન તલાવડીના સલીમ ડોડીયા, યાકુબ મલેક, ઉમર મલેક સહીત કેલાક લોકો જુગાર રમતા હોય તિલકવાડા પોલીસ દ્વારા રેડ કરતા આ ત્રણ ઝડપાયા બીજા ફરાર થઇ ગયા હતા. જેમની પાસેથી 8,530 રૂપિયાનો મુદ્દામાલ પોલીસ ઝડપી પાડ્યો હતો. આ સાથે ડેડીયાપાડા પોલીસે નિવાલ્દા ખાતે ગુરુજી વસાવાના ઘરમાં જુગાર રમતા હોય પોલીસે રેડ કરતા ગુરુજી વસાવા, અક્ષય વસાવાને 1150 રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા જયારે વિપુલ વસાવા ફરાર થઇ ગયો છે, જેની પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...