બુટલેગરની ધરપકડ:નર્મદા LCBએ રામપરા ચોકડી પાસેથી રૂ.26,890ના અંગ્રેજી દારૂ સાથે આરોપી ઝડપી પાડયો

નર્મદા (રાજપીપળા)એક મહિનો પહેલા
  • કૉપી લિંક

નર્મદા જિલ્લાના પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેના માર્ગ દર્શનથી નાંદોદ તાલુકાના રામપરા ચોકડી પાસેની એક ઓરડી માથી એલસીબી પોલીસે અંગ્રેજી દારૂનો મુદ્દામાલ ઝડપી કાયદેસર કાર્યવાહી કરી છે .પ્રાપ્ત વિગતો અનુસાર જિલ્લા એલસીબી ને મળેલી બાતમીના આધારે રામપરા ચોકડી પર આવેલી હસમુખભાઇ ભયજીભાઇ તડવી રહે.હાલ વાવડી રામપરા ચોકડી એચ.પી.પેટ્રોલ પંપની પાસે નાઓએ પોતાની રહેણાંક ઓરડીમાં ભારતીય બનાવટના અંગ્રેજી દારૂ રાખ્યો હોય ત્યાં તપાસ દરમિયાન અલગ અલગ બ્રાન્ડના અંગ્રેજી દારૂનો કુલ મૂદ્દામાલ કિ.રૂ .26890/ - સાથે આરોપીને ઝડપી પાડી એલસીબી પોલીસે તેના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી છે.

અન્ય સમાચારો પણ છે...