• Gujarati News
  • Local
  • Gujarat
  • Narmada
  • Narmada District Level Best Teacher Prize Distribution And Honoring Ceremony Held; Organized Under The Chairmanship Of Minister Mukesh Patel

શિક્ષક દિનની ઉજવણી:નર્મદા જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ અને સન્માન સમારોહ યોજાયો; મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં આયોજન કરાયું

નર્મદા (રાજપીપળા)23 દિવસ પહેલા
  • કૉપી લિંક

5 મી સપ્ટેમ્બરે શિક્ષક દિનની ઉજવણીના ભાગરૂપે નર્મદા જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ કાર્યક્રમ રાજપીપળા સ્થિત ડૉ.બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે ગુજરાતના કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમને દિપ પ્રાગટ્ય દ્વારા ખુલ્લો મૂકાયો હતો.

નર્મદા જિલ્લમાં શૈક્ષણિક વર્ષ 21-22 માં જિલ્લા-તાલુકાના શ્રેષ્ઠ શિક્ષકોને પારિતોષિક એનાયત કરવાનો તેમજ નિવૃત્ત થયેલા પ્રાથમિક/માધ્યમિક/ઉચ્ચત્તરમાધ્યમિક વિભાગના સારસ્વતઓને તેમજ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સન્માનિત કરવાના આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષાબેન વસાવા, જિલ્લ કલેકટર શ્વેતા તેવતિયા, ધારીખેડા સુગરના ચેરમેન ઘનશ્યામ પટેલ, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન શાંતાબેન વસાવા, જિલ્લા શિક્ષણાધિકારી જયેશ પટેલ, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શંકર વસાવા, જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ નિલેષ વસાવા, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સુરેશ ભગત સહિત શિક્ષણ જગતના આગેવાનો વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.

આ પારિતોષિક વિતરણ કાર્યક્રમમાં જિલ્લા કક્ષાના-1, તાલુકા કક્ષાના-3 શ્રેષ્ઠ શિક્ષકો, જિલ્લાના 15 જેટલાં પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કરીને સન્માનિત કરાયા હતાં, જ્યારે 40 જેટલા વયનિવૃત્ત થઇ રહેલા સારસ્વતઓને મહાનુભાવોના હસ્તે સન્માનિત કરી તેમને શુભેચ્છા પાઠવાઇ હતી. આ અવસરે જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે અને શિક્ષણ વિભાગમાં સર્વગ્રાહી કામગીરી કરવા બદલ જિલ્લાના શિક્ષકો વતી જિલ્લા શિક્ષણાધિકારી જયેશ પટેલનું સન્માન કરાયું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો પારિતોષિક મેળવનાર નાંદોદ તાલુકાના હજરપુરા પ્રાથમિક શાળાના શિક્ષિકા રૂચિતાબેન ત્રિવેદીએ તેમને મળેલા 15 હજારના પુરસ્કારની ધનરાશી પોતાની શાળાને સમર્પિત કરી તેનો શાળાના બાળકો અને શાળાના વિકાસમાં ઉપયોગ કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...