પૂર્ણેશ મોદી નર્મદા જિલ્લાની મુલાકાતે:વિવિધ બેઠકોમાં હાજરી આપી કેવડિયા એકતાનગર વોટર એરોડ્રામની મુલાકાત લેશે

નર્મદા (રાજપીપળા)એક મહિનો પહેલા
  • કૉપી લિંક

અમદાવાદથી કેવડિયા સી પ્લેનની સેવા છેલ્લા 2 વર્ષથી બંધ છે. હવે નાગરિક ઉડ્ડયન મંત્રી અને નર્મદા જિલ્લાના પ્રભારી પૂર્ણેશ મોદી શુક્રવારના રોજ કેવડિયા એકતાનગર વોટર એરોડ્રામની મુલાકાત માટે આવે છે.

ગુજરાતના વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ વિભાગના મંત્રી અને નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી પૂર્ણેશ મોદી 2 સપ્ટેમ્બર 22ને શુક્રવારના રોજ સવારે 9 કલાકે નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના એકતાનગર (કેવડીયા) ખાતેના વોટર એરોડ્રામની મુલાકાત લેશે. ત્યારબાદ તેઓ સવારે 10 કલાકે એકતાનગર (કેવડીયા) સરકીટ હાઉસ ખાતે એસ.ઓ.યુ. ઓથોરીટીની બેઠકમાં હાજરી આપશે. ત્યારબાદ તેઓ સવારે 11 કલાકે એકતાનગર (કેવડીયા) સરકીટ હાઉસ ખાતે સંગઠનની બેઠકમાં હાજરી આપશે. સાંજે રાજપીપલા કલેકટર કચેરીના સભાખંડ ખાતે નર્મદા જિલ્લા સંકલનની બેઠકમાં અને જિલ્લા આદિજાતિ મંડળની બેઠકમાં હાજરી આપશે.

અન્ય સમાચારો પણ છે...