અવસર લોકશાહીનો:નર્મદા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરે ધોડેશ્વાર-મોટરસાઇકલના પોલીસ જવાનો સાથે 'અવસર રથ'ને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું

નર્મદા (રાજપીપળા)3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-2022માં મતદાનની ટકાવારી વધારવાની સાથે સાથે જિલ્લાના નાગરિકો ઉત્સાહભેર મતદાન કરવા પ્રેરાય એવા ઉદ્દેશથી જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયા દ્વારા આજે રાજપીપળી કલેક્ટર કચેરી ખાતેથી અવસર લોકશાહીનો અભિયાન અંતર્ગત ધોડેશ્વાર-મોટરસાઇકલ સાથેના પોલીસ જવાનો સાથેના “અવસર રથ” ને લીલી ઝંડી ફરકાવીને પ્રસ્થાન કરાવ્યુ હતું. આ “અવસર રથ” પ્રસ્થાન વિધિમાં એક્ષપેન્ડીચર મોનીટરીંગના ચીફ કો-ઓર્ડીનેટર અને જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, જિલ્લા પોલીસ અધિક્ષકશ પ્રશાંત સુંબે સહિત જિલ્લાના અધિકારી ઓ વગેરે જોડાયાં હતાં. અચૂક મતદાન માટેની સીગ્નેચર ઝુંબેશમાં જિલ્લાના વરિષ્ઠ સનદી અધિકારીઓ અને કર્મચારીઓએ રથ સાથેના કેન્વાસ ઉપર પોતાના હસ્તાક્ષર કરી અચૂક મતદાનના સામૂહિક શપથ લીધા હતાં.

જિલ્લાના તમામ મતદાન મથકોના મતદારો જાગૃત થાય અને મોટી સંખ્યામાં નાગરિકો મતદાન માટે પ્રોત્સાહિત થાય તથા લોકશાહીના પર્વમા ભાગીદાર બને તે માટે 'મિશન-2022' હાથ ધરવામા આવ્યું છે. હું વોટ કરીશ એવા સિગ્નેચર કેમ્પેઇન સાથે આ વિસ્તારોમા અવસર રથ ફરશે અને મતદાન જાગૃતિ માટે વિશેષ પ્રયત્નો કરશે.

નર્મદા જિલ્લામાં પધારેલા અવસર રથના માધ્યમથી તા.15 અને તા.15મીના રોજ બે દિવસ દરમિયાન જિલ્લાની નાંદોદ અને દેડીયાપાડા વિધાનસભા બેઠકના વિસ્તારના તાલુકાઓના લો વોટર્સ ટર્ન આઉટ ધરાવતા મતદાર ક્ષેત્રમાં લોકશાહીના આ અમૂલ્ય અવસર અંગે જનજાગૃતિ કેળવવામા આવશે.

અન્ય સમાચારો પણ છે...