નર્મદા જિલ્લાના કલેક્ટરની બદલી:નર્મદા જિલ્લાના કલેક્ટર ડી.એ.શાહની ગાંધીનગર રજિસ્ટ્રાર તરીકે બદલી કરાઈ; ડી.કે. પરીખ હવે નર્મદાના કલેક્ટર રહેશે

નર્મદા (રાજપીપળા)22 દિવસ પહેલા
  • કૉપી લિંક

તાજેતર માં રાજ્ય સરકાર દ્વારા રાજ્યના ચાર IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. તમામને સિંગલ ઓર્ડરથી રાજ્યસરકાર દ્વારા બદલી કરવામાં આવી છે. જેમાં નર્મદા જિલ્લા કલેક્ટર ડી.એ.શાહની ગાંધીનગર કો-ઓપરેટીવ સોસાયટીના રજિસ્ટ્રાર તરીકે બદલી કરવામાં આવી છે. જયારે તેમની જગ્યાએ ડી.કે. પરીખની નર્મદા કલેક્ટર તરીકે નિમણુંક કરવામાં આવી છે. તેમની સાથે નર્મદાના પૂર્વ કલેક્ટર રહી ચૂકેલા કે.એમ.ભીમજીયાણી અને આર.એસ.નિનામા, અને સચિન ગૂસીયા અને ગાર્ગી જૈન સહીત IAS અધિકારીઓની બદલીઓ કરીવામાં આવી છે.

ડી.એ. શાહે કર્યા અનેક સારા કાર્યો
નર્મદા કલેક્ટર તરીકે IAS ધર્મેન્દ્ર અરવિંદભાઈ શાહ (ડી.એ.શાહ) કોરોના કાળમાં નર્મદા કલેક્ટર તરીકે ચાર્જ સાંભળતા આરોગ્ય સેવા, કોવીડ હોસ્પિટલોમાં જરૂરી તમામ સુવિધાઓ આપવી પોતાના અંગત સંબંધોને પણ ખર્ચ કરી નર્મદા જિલ્લામાં દાન કરાવી નર્મદાની જનતા માટે સેવાઓ વધારી,એટલું જ નહીં જિલ્લામાં એમ્બ્યુલન્સ, સાઇન્સ યુનિર્વસિટી, વિદ્યાર્થીનીઓ માટે હોસ્ટેલ, સહીત વનવાસી આદિવાસી લોકોને જમીનોની સનદો પણ અપાવી, હેવી ફ્લડ આવ્યું ત્યારે રાત્રીના 1 વાગ્યા સુધી રેસ્ક્યુ કરી 22 લોકોની જિંદગી બચાવી હતી.

નવા કલેક્ટર પણ આવું જ કાર્ય કરે તેવી આશા
ગરીબ અને નોધારા લોકોની હંમેશા ચિંતા કરતા ડી.એ.શાહ જિલ્લામાં એક સૌથી મહત્વનો પ્રોજેક્ટ નોધારાનો આધાર લાવ્યા, જે આજે અઢી વર્ષથી જિલ્લામાં કાર્યરત છે અને રાજપીપળા સહિત જિલ્લાના 200 જેટલા લોકોનું જીવન બદલી તેમને ભીખ મંગાવા કરતા મહેનત મજૂરી કરી જીવન જીવતા શીખવી જરૂરી તમામ મદદ કરી, એટલું જ નહીં સેન્ટ્રલ કિચન બનાવી આજે આવા જરૂરિયાત મંદોને એક પણ દિવસ ખંડિત થયા વગર નિરંતર સવાર સાંજ ભરપેટ ભોજન આપવાનું ચાલુ છે. રેન બસેરાથી એક સારું મકાન આ નિરાધારોને મળશે. એસ્પિરેશનલ ડિસ્ટિક હોય જેમાં પણ શિક્ષણ, આરોગ્ય,પાણી,રોજગારી અને રસ્તા સહીત 796 જેટલા એક વર્ષમાં આદિવાસી આવાસો આપવી એક ઉમદા કામગીરી કરી છે. જે મહિલાનું મકાન પડું પાડું થતું હતું જેને 2 દિવસમાં નવું આવાસ આપી રોજગારીના સાધનો આપી જીવન બદલવાની કામગીરી જે કરી છે. હવે જિલ્લા કલેક્ટર તરીકે નવા આવનાર ડી.કે.પરીખ પણ આ આદિવાસી જિલ્લા માટે સુંદર કામગીરી કરશે તેવી આશા લોકો રાખી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...