ભાસ્કર વિશેષ:નર્મદા ડેમની જળસપાટી 136.71 મીટર પર સ્થિર

રાજપીપળાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવક યથાવત રહેતા ડેમના દરવાજા ખુલ્લા રખાયા. - Divya Bhaskar
નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવક યથાવત રહેતા ડેમના દરવાજા ખુલ્લા રખાયા.
  • હાલ ડેમના 5 દરવાજા ખોલી નદીમાં 20 હજાર ક્યુસેક પાણી છોડાઇ રહ્યું છે

સરદાર સરોવર નર્મદા બંધના ઉપરવાસમાં ફરી મેઘરાજા ની એન્ટ્રી થતા વરસાદ ને કારણે ઓમકારેશ્વર ડેમમાં પાણીની જળ સપાટી વધી એટલે ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉપરવાસમાં થી પાણી ની આવક 1,32,214 ક્યુસેક થતા સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં 12 કલાકમાં 15 સે.મી. નો વધારો નોંધાયો છે. હાલની જળ સપાટી - 136.82 મીટરે પહોંચી છે. જે છેલ્લા ત્રણ દિવસથી 136.70 મીટરની આસપાસ વધઘટ થતી હતી.

ઉપરવાસમાં થી પાણીની આવક વધતા ગુરુવારના સાંજના 7 કલાકથી ડેમના 5 દરવાજાની ઉંચાઈ 0.56 મીટર ખોલીને 10 હજાર ની જગ્યા એ 20,000 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. રીવરબેડ પાવરહાઉસમાંથી 44,000 ક્યુસેક પાણીની જાવક કરવામાં આવી રહી છે જ્યારે નદીમાં જાવક કુલ જાવક 64,000 ક્યુસેક કરવામાં આવી છે. હાલ આવક જેટલી થઇ રહી છે એના કરતાં અડધી જાવક કરવામાં આવતી હોય જલાસપાટી માં વધારો નોંધાઈ રહ્યો છે. હાલ રિવરબેડ પાવર હાઉસ અને કેનાલ હેડ પાવર હાઉસ બંને દ્વારા લાગભ 5 કરોડની વીજળી ઉત્પાદન થઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...