છલોછલ ભરાશે તેવી આશા:નર્મદા બંધની જળસપાટીમાં નહિવત ઘટાડો નોંધાયો,15 જૂનથી ચોમાસુ શરૂ થવાની વકી વચ્ચે વીજ ઉત્પાદન ધમધમી ઉઠ્યું

કેવડિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
હાલ નર્મદા બંધમાં પાણીનો સંગ્રહિત જથ્થો એટલો છે કે જે રાજ્યની તરસ છીપાવી શકે. - Divya Bhaskar
હાલ નર્મદા બંધમાં પાણીનો સંગ્રહિત જથ્થો એટલો છે કે જે રાજ્યની તરસ છીપાવી શકે.

છેલ્લા બે દિવસથી અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો છે અને ચારેકોર પવન ફુકાય છે. આ પવનોને કારણે ખેડૂતો ચિંતિત છે ત્યારે કેરીઓના પાકને વ્યાપક નુકસાન થયું છે. આવા વાતાવરણને લઈને આ વર્ષે વહેલું ચોમાસુ આવશેની શક્યતાઓ પણ હવામાન વિભાગે કરી છે જેમ નિયમ મુજબ 15 જૂન થી ચોમાસાની શરૂઆત થાય તેમ આ વર્ષે 15 જૂને ચોમાસુ બેસી જશે એવું હાલ અનુમાન લગાવાઈ રહ્યું છે ત્યારે નર્મદા બંધમાં પાણીનો સંગ્રહિત જથ્થો હાલ 1164 મિલિયન ક્યુબિક મીટર જેટલો જથ્થો છે.

નર્મદા બંધની જળસપાટી 119.62 મીટરે હાલ છે જોકે બે દિવસમાં 1 મીટર જેટલી સપાટી ઘટી છે પરંતુ નર્મદા નિગમ કે નર્મદા કંટ્રોલ ઓથોરિટીને હવે કોઈ ચિંતા નથી કે પાણી વહેલું ખતમ થઇ જશે તો સુ થશે. 110 મીટરની સપાટી પર પહોંચે તો પણ નર્મદા ડેમ રાજ્યને પીવાનું પાણી આપવામાં સક્ષમ છે એટલેજ તો નર્મદા ડેમને ગુજરાતની જીવાદોરી ગણાય છે.

હાલ નર્મદા બંધના ઉપરવાસમાંથી પાણીની આવક 171 કયૂમેક્સ જેટલી થઇ રહી છે અને સામે પાણીની કુલ જાવક 203 કયૂમેક્સ જેટલી થઇ રહી છે જેમાં RBPH 116 કયૂમેક્સ પાણી ખર્ચ કરે છે અને CHPH 86.7 કયૂમેક્સ પાણી ખર્ચ કરે છે આમ આવક સામે જાવક વધુ હોય નર્મદા બંધની જળસપાટીમાં ઘટાડો જોવા મળે છે પરંતુ હાલ નર્મદા બંધમાં પાણીનો સંગ્રહિત જથ્થો એટલો છે કે જે રાજ્યની તરસ છીપાવી શકે. જોકે આગામી 20 દિવસ માં વરસાદ ની શરૂઆત થાય તો પાણી અવાક વધશે અને આ વર્ષે વરસાદ સારો હોય નર્મદા બંધ 138.68 મીટરે છલોછલ ભરાશે એવી હાલ આશા તંત્ર સેવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...