પાણીની આવક:નર્મદા ડેમની સપાટી 130.03 મીટર, મહત્તમ સપાટીથી 8.65 મીટર દૂર

રાજપીપળા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. - Divya Bhaskar
નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે.
  • ઉપરવાસમાંથી સરદાર સરોવરમાં 2.53 લાખ કયુસેક પાણીની આવક

નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઇ રહયો છે અને હાલમાં ડેમની સપાટી 130.03 મીટર સુધી પહોંચી ચુકી છે. ડેમ તેની મહત્તમ 138.68 મીટરની સપાટીથી માત્ર 8.65 મીટર દુર રહી ગયો છે. છેલ્લા એક સપ્તાહથી નર્મદા ડેમની સપાટીમાં વધારો થઇ રહયો છે.

મધ્યપ્રદેશમાં આવેલાં ઓમકારેશ્વર અને ઇન્દિરાસાગર ડેમના દરવાજાઓ ખોલી છોડવામાં આવેલું પાણી સરદાર સરોવરમાં આવી રહયું છે. એક સપ્તાહથી સરદાર સરોવરમાં સરેરાશ 3.50 લાખ કયુસેક જેટલું પાણી આવી રહયું છે. ડેમની સપાટી 121.92 મીટરના સ્પીલ વેને પાર કરી મહત્તમ સપાટી તરફ કુચ કરી રહી છે. મંગળવારે રાત્રિના સમયે ડેમની સપાટી 130.03 મીટર નોંધાઇ હતી.

ઉપરવાસમાંથી આવી રહેલી વિપુલ જળરાશિના પગલે રીવરબેડ પાવર હાઉસના તમામ 6 ટર્બાઇન ચાલુ કરી દેવામાં આવ્યાં છે. સરેરાશ 3.50 લાખ કયુસેકમાંથી 50 હજાર કયુસેક વીજઉત્પાદનમાં વપરાય રહયું છે જયારે 3 લાખ કયુસેક જેટલું પાણી ડેમમાં સંગ્રહ થઇ રહયું છે. હાલ સરદાર સરોવરમાં 1930 મિલિયન ક્યુબીક મીટર કુલ પાણી સ્ટોરેજ છે. મંગળવારે સવારે 9 વાગ્યે ડેમની સપાટી 128.80 મીટર હતી જેમાં 12 કલાકમાં 1.23 મીટરનો વધારો થયો હતો.

સપાટી130.03 મીટર
ઇન ફલો2,53,237
આઉટ ફલો50,482
RBPH06 ટર્બાઇન
CHPH01 ટર્બાઇન

અન્ય સમાચારો પણ છે...