• Gujarati News
  • Local
  • Gujarat
  • Narmada
  • Narmada Dam Gates Opened, Water Released Continuously For Last 25 Days; An Estimated 15 Million Acre Feet Of Water Was Shed In The Narmada River

નર્મદાની જળસપાટીમાં વધારો:નર્મદા ડેમના દરવાજા ખોલી છેલ્લા 25 દિવસથી સતત નદીમાં પાણી છોડાયું; નર્મદા નદીમાં અંદાજિત 15 મિલિયન એકર ફૂટ પાણી ઠલવાયું

નર્મદા (રાજપીપળા)22 દિવસ પહેલા
  • કૉપી લિંક

સરદાર સરોવર નર્મદા બંધના ઉપરવાસમાં આવેલા ઓમકારેશ્વર ડેમ વિદ્યુત મથકો અને ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉપરવાસમાંથી પાણીની આવક 1 લાખ 01 હજાર 352 ક્યુસેક થતાં સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. હાલની જળ સપાટી 136.97 મીટરે પહોંચી છે. નર્મદા બંધના ગેટ ઉપરવાસમાંથી આવતી પાણીની આવકને પગલે તબક્કાવાર પાણી છોડવામાં આવ્યું છે. છેલ્લા 25 દિવસથી સતત નર્મદા નદીમાં છોડવામાં આવતા આત્યાર સુધી નર્મદા નદીમાં અંદાજિત 15 મિલિયન એકર ફૂટ પાણી નર્મદા નદીમાં ઠલવાયું છે, જે સીધુ દરિયામાં ભળી ગયું. જો કે વધુ પાણીની આવકને પગલે આ 25 દિવસોમાં 150 કરોડથી વધુ રૂપિયાની વીજળી ઉત્પાદન કરી લીધું છે.

ડેમના 5 દરવાજા ખોલી 10 હજાર ક્યુસેક પાણી નદીમાં છોડાયું
હાલ ઉપરવાસમાંથી પાણીની આવક 1 લાખ 01 હજાર 352 ક્યુસેક થઈ રહી છે. ત્યારે હાલ ડેમના 5 દરવાજાની ઉંચાઈ 0.56 મીટર ખોલીને 10 હજાર ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. રીવરબેડ પાવરહાઉસમાંથી 42 હજાર 837 ક્યુસેક પાણીની જાવક કરવામાં આવી રહી છે. જ્યારે નદીમાં જાવક કુલ જાવક 70 લાખ 453 ક્યુસેક કરવામાં આવી છે. હાલ આવક જેટલી થઇ રહી છે એના કરતાં અડધી જાવક કરવામાં આવતી હોવાથી જલસપાટીમાં વધારો નોંધાઈ રહ્યો છે. હાલ રિવરબેડ પાવર હાઉસ અને કેનાલ હેડ પાવર હાઉસ બંને દ્વારા લાગભ 5 કરોડનું વીજળી ઉત્પાદન થઈ રહ્યું છે.

નજારો જોવા અત્યાર સુધીમાં 7 લાખ જેટલા પ્રવાસીઓ નોંધાયા
આ નર્મદા ઓવર ફ્લોનો નજારો જોવા અત્યાર સુધીમાં 7 લાખ જેટલા પ્રવાસીઓ નોંધાયા છે. નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા પ્રવાસીઓનો સૌથી વધુ ધસારો જોવા મળ્યો હતો. ખાસ કરીને આ દિવસોમાં વધુ ભીડ રહી અને સરકારને અંદાજીત 2 કરોડથી વધુની આવક ટીકીટથી થઈ છે.

અન્ય સમાચારો પણ છે...