• Gujarati News
  • Local
  • Gujarat
  • Narmada
  • Narmada Dam Affected Strike After Gujarat Assembly Elections; If The Government Does Not Meet The Demands, It Threatened To Boycott The Elections

38 દિવસથી હડતાલ યથાવત:ગુજરાત વિધાનસભા ચૂંટણી ટાણે નર્મદા ડેમના અસરગ્રસ્તોની હડતાળ; સરકાર માંગણીઓ પુરી નહીં કરે તો, ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી

નર્મદા (રાજપીપળા)21 દિવસ પહેલા

સરદાર સરોવર નર્મદા ડેમ બનાવવા જમીનનો ભોગ આપનાર આદિવાસીઓ તેઓની પડતર માંગણીઓને લઈને 38 દિવસથી હડતાલ પર ઉતર્યા છે. જેમાં છોટાઉદેપુર, વડોદરા, નર્મદા કુલ મળી ત્રણ જિલ્લાની 236 જેટલી નર્મદા અસરગ્રસ્તોની વસાહતો આવેલી છે. હાલ તિલકવાળાના શીરા ગામે નવી વસાહત ખાતે તેવો છેલ્લા 38 દિવસથી હડતાળ પર બેઠા છે.

તેઓની મુખ્યમાંગ છે કે, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગુજરાતના નર્મદા ડેમના અસરગ્રસ્તોની એક જ પોલિસી રાખવી અને સમાન હક આપવામાં આવે. તથા અન્ય અસરગ્રસ્તોની માંગણીઓ છે કે ચૂંટણી ટાણે નેતાઓ ગામેગામ મત મંગાવા દોડી રહ્યા છે. ત્યારે આ અસરગ્રસ્તોને મળવા સુદ્ધાં કોઈ નેતા ફરક્યા નથી અને આશ્વાશન આપ્યું નથી કે તેમની માંગણી તેઓ હલ કરશે.

વિધાનસભાની ચૂંટણી ચાલી રહી છે. 1 ડિસેમ્બરના મતદાન છે ત્યારે અસરગ્રસ્તો હડતાલ કરી રહ્યા છે. અગાઉ નેતાઓ સાથે અસરગ્રસ્તોના આગેવાનો દ્વારા અનેકવાર મિટિંગો થઈ ચુકી છે. પરંતુ સરકાર અસરગ્રસ્તોની માંગણીઓ પૂરી કરતી નથી. હડતાલ કરી રહેલા અસરગ્રસ્તોની નેતાઓ મુલાકાત લઈ માંગણીઓ પૂરી કરવાની ખાત્રી આપે તો ચૂંટણીમાં મત આપશે તેવી તેઓ વાત કરી રહ્યા છે, જોકે અત્યાર સુધી કોઈપણ પક્ષના નેતાએ તેમની મુલાકાત લીધી નથી. જો કોઈ પણ પાર્ટીના નેતાઓ દ્વારા હડતાલ કરી રહેલા અસરગ્રસ્તોની મુલાકાત નહિ લેવામાં આવે તો, અસરગ્રસ્ત આગેવાનો દ્વારા ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશેની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...