હાલમાં ચાલી રહેલી શિયાળાની ઋતુને ધ્યાનમાં લઇ હવામાન વિભાગ દ્વારા આગામી થોડા દિવસોમાં શીત લહેર આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જેને લઇ જિલ્લા વાસીઓને શીત લહેર-ઠંડીથી બચવા માટે આપત્તિ વ્યવસ્થાપન દ્વારા માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે. જેમાં જિલ્લાના નાગરિકોને શિયાળાના કપડાંનો પૂરતો સ્ટોક કરવો, ખોરાક, પાણી, ઇંધણ, બેટરી, ચાર્જર, ઈમરજન્સી લાઈટ અને મૂળભૂત દવાઓનો પૂરતો સ્ટોક રાખવો, ઘરના દરવાજા અને બારીઓ યોગ્ય રીતે બંધ કરવા જેવી આગમચેતી રાખવી જરૂરી છે. સાથે સામાન્ય શરદી જો લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાને કારણે વધે છે અથવા આવા લક્ષણો માટે સ્થાનિક આરોગ્ય કર્મચારીઓ અથવા ડૉક્ટરની સલાહ લેવા અનુરોધ કરાયો છે.
જાણો શીત લહેરથી બચવા શું શું કરવું...
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ ઠંડીના દિવસોમાં કેટલીક માહિતી આપી છે. જેમ કે ઠંડા વાતાવરણમાં પોતાના શરીરને રક્ષણ મળે એવું ઢાંકીને રાખવું. મુસાફરી ઓછી કરવી, કોવિડ-19 તેમજ અન્ય શ્વસનના ચેપથી ખૂદને બચાવવા માટે બહાર જતી વખતે માસ્ક પહેરવું, પૂરતી રોગપ્રતિકારક શક્તિ જાળવવા માટે વિટામિન-સી થી ભરપૂર ફળો અને શાકભાજી ખાવા જોઇએ, નિયમિતપણે ગરમ પ્રવાહી પીવું, ઠંડી સામે લડવા માટે શરીરની ગરમી જાળવી રાખવી, તેલ, પેટ્રોલિયમ, જેલી અથવા બોડી ક્રીમ વડે નિયમિતપણે ત્વચાને મોશ્ચુરાઇઝ કરવું, વૃધ્ધ લોકો, નવજાત શિશુઓ અને બાળકોની સંભાળ રાખવી જરૂરી છે.
જ્યારે કૃષિ માટેની માર્ગદર્શિકા જાહેર કરી ખેતરમાં ઉભેલા પાકમાં બોર્ડેક્સ મિશ્રણ અથવા કોપર ઓક્સી-ક્લોરાઇડનો છંટકાવ કરીને રોગના આક્રમણને ટાળવા માટે ઉપચારાત્મક પગલા લેવા, કોલ્ડ વેવ પછી ફોસ્ફરસ (P) અને પોટેશિયમ (K) ખાતરોનો ઉપયોગ મૂળની સારી વૃદ્ધિને સક્રિય કરશે અને પાકને ઠંડીમાંથી ઝડપથી પુનઃપ્રાપ્ત કરવામાં મદદ કરશે.
પશુપાલન પશુધન માટેની માર્ગદર્શિકા જાહેર કરી, જેમાં પશુ-પક્ષી અને પ્રાણીઓ ઠંડા પવનના સીધા સંપર્કમાં ન આવે તે માટે રાત્રિ દરમિયાન રહેઠાણોને ચારે બાજુથી ઢાંકી દેવા. ઠંડા દિવસોમાં ખાસ કરીને નાના પ્રાણીઓને ઢાંકવા. પશુધન અને મરઘાને ઘરની અંદર રાખીને ઠંડા હવામાનથી બચાવવા. પશુધનને ખોરાક આપવાની પ્રેક્ટિસ અને આહાર ઉમેરણોમાં સુધારો કરવો. ઉચ્ચ-ગુંણવત્તાવાળા ઘાસચારો અથવા ગોચરનો ઉપયોગ કરવો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.