તાજેતરમાં બનેલી લઠ્ઠાકાંડની ઘટનાએ સમગ્ર ગુજરાત રાજ્યને હચમચાવી નાખ્યું છે. ત્યારે ઠેર ઠેર અના વિરૂદ્ધ વિરોધ થઈ રહ્યો હોવાથી નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા પણ આ બાબતે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે.
લઠ્ઠાકાંડની તપાસના નામે અત્યાર સુધી કાંઇ થયુ નથી - આપ
આવેદનમાં જણાવ્યા મુજબ ગુજરાતના બરવાળામાં થયેલ લઠ્ઠાકાંડના કારણે 55થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ પહેલી વખત લઠ્ઠાકાંડ નથી થયો, આની પહેલા પણ વારંવાર લઠ્ઠાકાંડ થયો છે. પહેલા પણ કેટલાય લોકો લઠ્ઠાકાંડમાં મૃત્યુ પામ્યા છે અને લઠ્ઠાકાંડની તપાસના નામે અત્યાર સુધી કાંઇ થયુ નથી. પાંચ દિવસ થોડી જગ્યા પર રેડો પડે , બે નાના દેશી દારુના અડ્ડા ચલાવનાર લોકો પકડાય અને આખી વાત ત્યાંજ પુરી થઈ જાય છે.
રાજ્યપાલને સંબોધન કરતું આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને આપવામા આવ્યું
વધુમાં જણાવાયું હતું કે આ આખા ગુજરાત માટે બહુજ દુ:ખદ ઘટના છે અને જનતામાં ખુબ જ આક્રોશ છે. જે પરિવારમાં લોકોના મૃત્યુ થયા છે એ પરિવાર કઇ રીતે પોતાનું ગુજરાત ચલાવશે ? વારંવાર આવી ઘટનાઓથી લોકોનો પ્રશાસન પરથી ભરોધો ઉઠી રહ્યો છે, હાલ થયેલ લઠ્ઠાકાંડના કારણે થયેલા મૃત્યુથી સાબિત થાય છે ગુજરાતના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીએ પોતાની જવાદારી નિભાવી નથી. તો તાત્કાલિક ધોરણે તેમને પદ ભ્રષ્ટ કરવામા આવે, ગાંધી અને સરદારના ગુજરાતમાં નશાબંધી હોવા છતાં પણ ચારે બાજુ દારૂનું ખુલ્લેઆમ વેચાણ ચાલે છે અને ખરાબ દારૂ પીને લોકોના જીવ જઇ રહ્યા છે. માટે આ બાબતને લઈને યોગ્ય પગલાં ભરવા રાજ્યપાલને સંબોધન કરતું આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને આપવામા આવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.