પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે, નર્મદાતટે અનેક શિવમંદિરો આવેલા હોવાથી પવિત્ર શ્રાવણ માસમા નર્મદાના શિવાલયો નમઃ શિવાયના નાદથી ગુંજી રહ્યા છે. જેમાં રાજપીપલા નજીક આવેલા જીતનગર ખાતે નંદીકેશ્વર મહાદેવના મંદીરે શ્રાવણ માસ દરમ્યાન છેલ્લા 50 વર્ષથી દરરોજના 4500 ચિંતામણી પાર્થેશ્વર શિવલીગ બનાવી સાત દિવસના જુદા જુદા યંત્રો બનાવીને તેને સાંજે દરરોજ નદીમા વિસર્જન કરવામાં આવે છે. શાસ્ત્રોમાં જેનું ધાર્મિક મહત્વ ઘણું છે એટલે શ્રાવણ માસમાં શિવાજી ને રીઝવવા ભક્તો ચિંતામણી પાર્થેશ્વર શિવલીંગની પૂજા કરતા હોય છે. અને આ યંત્ર પૂજનથી મનોવાંછીત ફળ મળે છે.
ચિંતામણી પાર્થેશ્વર શિવલીગ બનાવી તેની પૂજાનું અનેરું માહાત્મ્ય
આ બાબતે નંદીકેશ્વર મહાદેવ મંદિરના ટ્રસ્ટી વિરલભાઇ દવે એ જણાવ્યું હતું કે ચિંતામણી પાર્થેશ્વર શીવલીગ બનાવી તેની પૂજાનું અનેરું માહાત્મ્ય છે. પાર્વતીમાતા જ્યારે જંગલમાં હતા ત્યારે તેઓ મહાદેવનું ધ્યાન અને આરાધના કરવા પાર્થેશ્વર શિવલીંગનુ પૂજન એમણે કર્યુ હતુ. એ જ પ્રમાણે ભગવાન રામે પણ રેતી, માટીમાથી પાર્થેશ્વર શિવલીંગ બનાવીની મહાદેવનું પૂજન કર્યું હતું, આ પૂજનથી ઝડપી ફળ મળે છે, એટલે ભક્તો ધન, સંતાન, નોકરી તેમજ અન્ય બાધાઓ, માનતા પુરી કરવા આ પ્રકારના શિવલીગ બનાવી શ્રવાણ માસમા દર્શન પૂજન કરી ધન્યતા અનુભવે છે. બ્રહ્મણો તેનું બીલીપત્ર, ફૂલ, જળ અને દૂધથી અભિષેક કરી મંત્રો ઉચ્ચાર સાથે પૂજન કરી ધન્યતા અનુભવે છે.
સાત દિવસના સાત આકાર
શ્રાવણ માસમા જુદા જુદા વાર પ્રમાણે રવિવારે સૂર્યયંત્ર, સોમવારે-નાગફાસ યંત્ર, મંગળવારે મંગળ યંત્ર, બુધવારે કશ્યપ યંત્ર, ગુરુવારે-પપ યંત્ર, શુક્રવારે તારામંત્ર અને શનિવારે ધનુષ યંત્ર બનાવવામાં આવે છે, દરરોજ તળાવની શુદ્ધ માટીને ગુંદીને તેમાથી નાના નાના 4500 ચિંતામણી પાર્થેશ્વર શિવલીંગ બ્રાહ્મણો દ્વારા તૈયાર કરવામાં આવે છે. જેમા નાંદેરા બ્રાહ્મણના ઇષ્ટદેવ હોવાથી ખાસ ઉજ્જૈનથી નાંદેરા બ્રાહ્મણોને જીતનગર બોલાવાય છે.જે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર દરરોજ 4500 શિવલીંગ બનાવે છે અને પુરા શ્રાવણ મહીનામા સવા લાખ શિવલિંગ બનાવી તેના પર ચોખા ચોંટાડીતેનું વિધિવત પૂજન કરાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.