તસ્કરી:ચાલુ ટ્રેનમાં સાંસદ મનસુખ વસાવાના મોબાઈલની ચોરી

રાજપીપળાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાંસદોના ખાસ વીવીઆઈપી ડબ્બામાં પણ ચોરી

ભાજપના સિનિયર નેતા અને સાંસદ ભરૂચ, પૂર્વ કેન્દ્રીય આદિજાતિ મંત્રી મનસુખ વસાવા દિલ્હી થી વડોદરા ટ્રેનમાં આવતા હતા. રેલવે ટ્રેનમાં સાંસદો માટે અલાયદો ડબ્બો અને જેમાં સુવિધા અને સુરક્ષિત વ્યવ્યસ્થા હોય છે. આમ સાંસદ માટેના ડબ્બા માં તેઓ મુસાફરી કરતા હતા. જોકે સફર દરમ્યાન રાજસ્થાન આવતા તેમના કમ્પાર્ટમેન્ટ માંથી તેમનો એન્ડ્રોઇડ સ્માર્ટ ફોન ચોરી થઇ ગયો.

સાંસદ મનસુખભાઈએ મોબાઈલ શોધ્યો પરંતુ તે મળ્યો નહિ એટલે તેમને રેલવેમાં હાજર સુરક્ષા ગાર્ડ ને ફરિયાદ કરી ગાર્ડ દ્વારા જરૂરી સંબંધિત આધિકારીઓનો સંપર્ક કરીને સાંસદ ની ફરિયાદ નોંધવામાં આવી તેમનો મોબાઈલ ટ્રેસ કરવામાં આવ્યો જોકે મોબાઈલનું છેલ્લું લોકેશન રાજસ્થાન કોટા બતાવતા સુરક્ષા ગાર્ડ દ્વારા કોટા રાજસ્થાન માં આવેલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવાની વાત કરી પરંતુ રાજસ્થાનમાં જઈને ફરિયાદ ફરિયાદ કરવાનું માંડીવાળ્યું, અને જો મોબાઈલ મળી જવાનો હોય તો ફરિયાદ કરીશકાય પણ મોબાઈલ એક વાર સ્વીચ ઓફ થઇ ગયો પછી મળવો મુશ્કેલ છે.

એટલે સાંસદે ફરિયાદ ના કરી.રેલવેમાં ફર્સ્ટક્લાસ કેટેગરીમાં વીવીઆઈપી સુવિધાઓ હોય સુરક્ષા પણ એટલી હોય સાથે સાંસદ સભ્યોના ડબ્બામાં પણ સુરક્ષા હોય છતાં પણ જો સાંસદ મનસુખ વસાવાનો મોબાઈલ ટ્રેનમાંથી ચોરી થતો હોય તો એ નવાઈની વાત કહેવાય. સામાન્ય ડબ્બાઓમાં ભીડમાં કેટલી ચોરીઓ થતી હશે. રેલવે વિભાગે આ ચોરીઓ પર અંકુશ લાવવા કોઈ એક્શન પ્લાન બનાવવો જરૂરી બન્યો છે.

અન્ય સમાચારો પણ છે...