કેન્દ્રીય નાણાં વિભાગનાં રાજ્ય કક્ષાના મંત્રી ડૉ.ભાગવત કારડ, ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા, જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષાબેન વસાવા, પુર્વ મંત્રી મોતીસિંહ વસાવા, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શંકરભાઈ વસાવા અને મનજીભાઇ વસાવા, ભાજપ મહામંત્રી નિલભાઈ રાવ, ગૌરાંગભાઈ બારીયા, હિતેશભાઈ વસાવા, અજીતભાઈ પરીખ, શ્રી રોહિતભાઈ વસાવા, સેલંબાના સરપંચ આકાશભાઇ તડવી તેમજ ભરૂચ સંસદીય મતવિસ્તારના તાલુકાઓની વિવિધ ટીમોની ઉપસ્થિતમાં ગઈકાલે સાંજે સાગબારાની જે. કે. હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં “રમશે ભરૂચ - જીતશે ભરૂચ” સાંસદ ખેલ સ્પર્ધાને ખૂલ્લી મૂકાઈ હતી.
કેન્દ્રીય રાજ્યમંત્રી ડૉ.ભાગવત કારડે આજની આ ખેલ સ્પર્ધાઓ પૈકી કબડ્ડીમાં ટોસ ઉછાળી સ્પર્ધાનો પ્રારંભ કરાવ્યો હતો, જ્યારે વોલીબોલ અને કેરમ સ્પર્ધામાં રિબિન કાપીને સ્પર્ધાનો પ્રારંભ કરાવ્યો હતો. મંત્રી ડૉ.ભાગવત કારડ અને સાંસદ મનસુખભાઈ વસાવા સહિત ઉપસ્થિત મહાનુભાવો પણ કેરમની સ્પર્ધામાં જોડાયાં હતાં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.