શૈક્ષણિક મહાસત્ર રૂપે અમદાવાદ ઓબસ્ટ્રેટ્રિક્સ એન્ડ ગાયનેકોલોજિસ્ટ સોસાયટી-એઓજીએસ દ્વારા એસઓજીઓજીના છત્ર હેઠળ વિશ્વની સૌથી ઉંચી સરદાર પ્રતિમાના સાનિધ્યમાં એકતાનગર (કેવડિયા) ખાતે રાજ્યના પ્રસૂતિ અને સ્ત્રીરોગ નિષ્ણાત તબીબોના શૈક્ષણિક મહાસત્રનો આજે છેલ્લો દિવસ છે. આ સત્રમાં રાજ્યના 600થી વધુ નામાંકીત તબીબોએ ભાગ લીધો. કદાચ સ્ટેચ્યુ પરિસરમાં પહેલીવાર તબીબી વ્યવસાયિકોના મંડળ દ્વારા આ પ્રકારની ઉચ્ચસ્તરીય તબીબી પરિષદ યોજાઈ છે. જેમાં પ્રસૂતા માતાઓ અને નવજાત શિશુઓમાં મરણ દર ઘટાડવા સહિત મહિલા આરોગ્ય સુરક્ષાના તબીબી ઉપાયોનો પરામર્શ થયો છે. આદર્શ લોકો માટે આદર્શ સ્થળે આદર્શ પાઠશાળા રૂપે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.
લોકોની આરોગ્ય સુરક્ષામાં યોગદાન આપવાનો આશય
પ્રસૂતિ અને સ્ત્રીરોગ વિષયક સૌથી મુંઝવતા પ્રશ્નો અને સમસ્યાઓની આ પરિષદમાં વિવિધ મંચો પર પરામર્શ અને ચર્ચા કરવામાં આવી હતી. એવી જાણકારી આપતા એઓજીએસના પ્રમુખ અને એસઓજીઓજીના આયોજન અધ્યક્ષ ડો. કામિની પટેલે જણાવ્યું હતુ કે, પરિષદમાં માતૃ મરણ દર અને પ્રસૂતિ પછી નવજાત શિશુઓના મરણ દરમાં ઘટાડા જેવી બાબતો માટે કેન્દ્રિત પ્રયાસો કરીને ગુજરાતના લોકોની આરોગ્ય સુરક્ષામાં યોગદાન આપવાનો અમારો આશય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.