પ્રવાસન સ્થળોએ ભીડ:તીર્થ સ્થાન પોઇચામાં વેકેશનમાં 5 લાખથી વધુ પ્રવાસીઓ આવ્યાં

રાજપીપળાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્વિમિંગ પુલથી લઈને સહજાનંદ પાર્કની પ્રવાસીઓએ મજા માણી
  • વેકેશન પૂર્ણતાના આરે આવતાં પ્રવાસન સ્થળોએ ભીડ

મા નર્મદા તટે પોઇચા ગામે એક એાર સોનેરી પંખ સમાન નિલકંઠ વર્ણી ધામ નો ઉમેરો થયો છે 105 એકરમા પથરાયેલ આ ધાર્મીક સ્થળ પ્રવાસીએા મા અનેરૂ આક ર્ષણ ઉભુ ક રી રહ્યુ છે , અને હાલ ઉનાળા વેકેશન હોવાથી ભક્તો નું ઘોડાપુર અહી ઉમટી રહ્યું છે. જોકે સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે રાજપીપલા પાસે આવેલ પોઈચા સ્વામિનારાયણ મંદિરે પણ મોટી સંખ્યા માં પ્રવાસીઓ આવી રહ્યા છે.

અહીં ઉનાળા ની ગરમી માં રક્ષણ માટે બનાવેલ સિવિંગ પુલ અને પ્રદશન પર પ્રવાસી ઓ ઉમટી રહ્યા છે ત્યારે અહીં આવતા પ્રવાસીઓ માટે સંસ્થા દ્વારા પણ અનેક સુવિધાઓ કરવામાં આવી છે હાલ રોજના પોઇચા ખાતે 10 થી 15 હજાર પ્રવાસીઓ આવી રહ્યા છે. ઉનાળા ની કાળઝાળ ગરમી પડી રહી છે. હાલમાં પોઈચા નર્મદા નદી કિનારે આવેલા નિલકંઠ ધામમાં સ્વામી નારાયણ ભગવાનની 151 ઉંચી પ્રતિમા સ્થાપિત કરાઈ છે અને આટલી ઉંચી સ્વામીનારાયણ ભગવાનની ર્મૂત ભારત જ નહીં પણ વિશ્વમાં કયાંય નથી અને અહીંયા હિન્દુ ધર્મના અલગ અલગભગવાનો તેમજ રામાયણ મહાભારતના ર્ધામક પ્રસંગોને આવરી લેતા 1100 ર્મૂતઓ સ્થાપિત કરાઈ છે.

ઉનાળુ વેકેશન હવે સમાપ્ત થવાના આરે આવી ચુકયું છે ત્યારે રાજયના પ્રવાસન સ્થળોએ લોકોની ભીડ જામી રહી છે. નર્મદા જિલ્લાના સુપ્રસિધ્ધ પ્રવાસન સ્થળ પોઇચા ખાતે રવિવારના દિવસે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયાં હતાં. લોકોએ દેવ દર્શનની સાથે મંદિરના પટાંગણમાં આવેલાં સ્વિમિંગ પુલમાં ધબુકા માર્યા હતાં. વેકેશન પુર્ણ થાય તે પહેલાં રજાઓનો પુરેપુરો આનંદ ઉઠાવી લેવાનો વાલીઓ અને વિદ્યાર્થીઓનો મિજાજ જોવા મળ્યો હતો.

આસ્થાની સાથે પ્રવાસન ધામ પણ છે
પોઇચા સ્વામિનારાયણ નીલકંઠ ધામ એક આસ્થાનું કેન્દ્ર સાથે સૌથી મોટું પ્રવાસન ધામ પણ બન્યું છે ત્યારે અહીંયા કોઈ પણ સીઝનમાં એવો ખુબ મઝા આવે છે અને ઉનાળા માટે સ્વિમિંગ પૂલ ખાસ બનાવવામાં આવ્યો છે જેમાં ન્હાવાની મઝા આવે છે સાથે સહજાનંદ પાર્ક થી લઈને આનેક આકર્ષણ અહીંયા છે. ખરેખર અહીંયા પહેલી વાર અમારા પરિવાર સાથે આવી છું પણ રહેવાનું મન થાય આને વારંવાર આવવાનું મન થાય એવું સુંદર સ્થળ છે. - ક્રિષ્ના પટેલ, પ્રવાસી, સુરત.

SOU ખાતે વિકએન્ડમાં 50 હજાર પ્રવાસી નોંધાયા
આ સની રવિ વેકેશન નો છેલ્લો રવિવાર હોય પ્રવસીઓ મોટી સંખ્યામાં આવ્યા હતા અને સાની વારે 20 હજાર જેટલા અને રવિવારે 30 હજાર જેટલા એટલે 50 હાજર જેટલા પ્રવાસીઓ નોંધાયા આખા ઉનાલય વેકેશનમાં 3 લાખ જેટલા પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પ્રવાસીઓ નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...