સદનસીબે મોટી દુર્ઘટના ટળી:તિલકવાડાના નલિયા ગામ પાસે સરકારી બસ પલ્ટી ખાતા 30થી વધુ મુસાફરો ઘાયલ; તમામને સારવાર અર્થે ખસેડાયા

નર્મદા (રાજપીપળા)20 દિવસ પહેલા

નર્મદા જિલ્લાના તીલકવાડા નજીક નલિયા ગામ પાસે એક GSRTCની બસ પલ્ટી ખાઈ જતા મુસાફરો ઘાયલ થયા હતા. જોકે સદનસીબે મોટી જાનહાની ટળતા તંત્રએ રાહત અનુભવી હતી. જોકે ભાજપના ઉમેદવાર ડો.દર્શનાબેન દેશમુખ તત્કાલિ પોતાના સમર્થકો સાથે મળી તિલકવાડા ઇજાગ્રસ્તોની મુલાકાત પહોંચ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર તિલકવાડાના નલિયા ગામ પાસે ચાલુ બસે ટાયર નીકળી જતા ડ્રાઇવરે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. જેથી બસ મુખ્ય રોડ પર જ પલ્ટી ખાઈ જતા 30થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. 108ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ ઇજાગ્રસ્તોને તિલકવાડા હોસ્પિટલમાં પહોંચાડ્યા હતાં. જેમાં 5 જેટલા ઈજાગ્રસ્ત મુસાફરોને રાજપીપળાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ બાબતે ભાજપના ઉમેદવાર ડો.દર્શનાબેન દેશમુખે જણાવ્યું હતું કે, અમે પુરા પરિવાર સાથે સેવાકીય પ્રવૃત્તિ કરીયે છે. મને સમાચાર મળતા હું મારા કાર્યકરો સાથે મળીને તિલકવાડા પહોંચી ઇજાગ્રસ્તોની સારવારમાં લાગી ગયા છે. અને કોઈ પણ ઇજાગ્રસ્તને તકલીફ હોય તો વધુ સારવાર આપવાની વાત કરી હતી. જોકે 5 જેટલા ફેક્ચર થયેલ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

અત્રે ઉલખનિય છે કે, આ સરકારી બસ પલ્ટી ખાઈ જતા જેમાં 31 જેટલા મુસાફરો હતા. જેમાં તમામને નાની-મોટી ઇજાઓ થઈ હતી. પણ ગંભીર ઇજાઓ વાળાને અલગ સારવાર આપવામાં આવી હતી. કોઈ જાનહાની થઈ નથી.

અન્ય સમાચારો પણ છે...