ભાજપમાં ભરતી મેળો!:સાગબારામાં પ્રદેશ ST સેલના જોઈન્ટ સેક્રેટરી સહિત 1500થી વધુ કાર્યકર્તાએ કેસરિયો ધારણ કર્યો

નર્મદા (રાજપીપળા)2 મહિનો પહેલા
  • કૉપી લિંક

આજરોજ સાગબારા તાલુકાના ટાવલ ગામેં ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રવેશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આમ આદમી પાર્ટી છોડીને આવેલા ડો.કિરણ વસાવા અને તેમની સાથે હોદ્દેદારો સહિત 1500થી વધુ કાર્યકર્તાઓએ ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કર્યો હતો. આ સાથે આગામી દિવસોમાં હજુ બીજા કાર્યકરો જોડાશે તેમ જણાવ્યું હતું.

ડો. કિરણ વસાવા કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા
જેમાં ભારતીય જનતા પાર્ટીના નર્મદા જિલ્લાના અધ્યક્ષ ઘનશ્યામ પટેલ દ્વારા ડો.કિરણ વસાવાને પાર્ટીમાં પ્રવેશ કરાવ્યો હતો અને ડો.કિરણ વસાવાને નર્મદા જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. સાથે આમ આદમી પાર્ટીના સાગબારા તાલુકા પ્રમુખ કમલેશ વસાવા(રોઝદેવ)એ પણ કેસરિયા ધારણ કરતા તેમને સાગબારા તાલુકાના ભાજપના તાલુકા ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.

આ કાર્યક્રમમાં 149 ડેડીયાપાડા વિધાનસભા બેઠકના પ્રભારી મહેશ વસાવા, જિલ્લા મહામંત્રી, ભાજપ તાલુકા પ્રમુખ મોતીસિંગ, તાલુકા મહામંત્રી સહિત ઘણા સરપંચો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...