નર્મદા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ફરીને ગાંધીનગરની મોનીટરીંગ ટીમ સર્વે માટે રાજપીપળા પહોંચી હતી. રાજપીપળાને જોડાતા મુખ્ય માર્ગ, માર્ગ અને મકાન દ્વારા બનાવવામાં આવેલ સ્ટેટ,પંચાયત અને નેશનલ હાઇવે મળીને મોટા બ્રીજ, નાના બ્રીજ તથા વિવિધ સ્ટ્રકચરની ચકાસણી કરવામાં આવી હતી. આ કાર્યવાહી મોરબી બ્રિજની ઘટના ને પગલે કરાઈ રહી છે. જેમાં જિલ્લાના નેશનલ હાઇવે અને આંતરિક મુખ્ય માર્ગ પર આવેલ 60 બ્રીજોની ચકાસણી કરાઈ હતી.
બ્રિજમાં કોઈ ખામી હોય તો તાત્કાલિક રીપેરીંગની સૂચના
રાજપીપળા : મોરબી દુર્ઘટના ને લઈને સરકાર એક્શનમાં આવી છે. રાજ્યમાં તમામ બ્રીજોની ચકાસણી કરવામાં આવી રહી છે. ત્યારે નર્મદા જિલ્લામાં પણ માર્ગ અને મકાન વિભાગ ગુજરાત સરકાર તરફ થી ગાંધીનગરમાં આવેલા આલેખન વર્તુળના અધિકારીઓની એક ટીમ દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો. લગભગ ત્રણ દિવસ નર્મદા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ફરીને આ ટીમે રાજપીપળાને જોડાતા મુખ્ય માર્ગ, માર્ગ અને મકાન દ્વારા બનાવવામાં આવેલ સ્ટેટ,પંચાયત અને નેશનલ હાઇવે મળીને મોટા બ્રીજ, નાના બ્રીજ તથા વિવિધ સ્ટ્રકચરની ચકાસણી કરવામાં આવી હતી. આમ આ ટીમ દ્વારા કુલ 60 જેવા બ્રિજની ચકાસણી કરવામાં આવી હતી. આ ટીમ સાથે સ્ટેટ અને પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારીઓ પણ સાથે રહ્યા છે. મોતીનાંરીંગ સેલની કમિટીએ નર્મદા જિલ્લાના 60 જેટલા બ્રિજની ચકાસણી કરી હતી. આ બાદ જો બ્રિજમાં કોઈ ખામી હોય તો તાત્કાલિક રીપેરીંગની સૂચના આપવામાં આવી હતી.
કંપનીના મુખ્ય કોન્ટ્રાકટરોએ ગુણવત્તા વાળું કામ કર્યું નથી
અત્રે ઉલ્લેખનીય છે કે, એક કહેવત મુજબ ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા જેવું કામ હાલ સરકાર કરી રહી છે. આવી ટીમો બનાવી સર્વે કરાવી આખરે વધુ ખર્ચ કરવાની જોગવાઈ કરી રહી છે. તમામ વિભાગ વિકાસના કામોની વાતો સંકલનની બેઠકમાં કે કારોબારીમાં કરતાં હોય છે અને તમામ વિસ્તારની કામ કરવાની વાત મુકાતી હોય છે. જેમાં સ્પેશિયલ સર્વેલન્સની ટીમો મોકલી આવી તપાસ કરવાની આ પધ્ધતિ જૂની વાતો ભુલાવી દેવાની વાત છે. મોરબી દુર્ઘટનાને લઈને જુના તાર વાપરી જે આધિકારીઓ અને કંપનીના મુખ્ય કોન્ટ્રાકટરોએ ગુણવત્તા વાળું કામ કર્યું નથી. ઉપરાંત અધિકારીઓએ ચલાવે રાખ્યું હોય એવા લોકોને સપ્સેન્ડ કરવા જરૂરી બન્યા છે ત્યારે જિલ્લાઓમાં સરકાર સર્વે કરાવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.