• Gujarati News
  • Local
  • Gujarat
  • Narmada
  • MLA PD Vasava Came Out With The Congress Workers To Close The Rajpipla Shops Regarding The Bandh Announcement; The Police Detained The Congress Leaders While Shouting Slogans Against The Government

કોંગ્રેસના બંધને મિશ્ર પ્રતિસાદ:બંધના એલાનને લઈને રાજપીપળાની દુકાનો બંધ કરાવવા કોંગ્રેસના કાર્યકરો સાથે ધારાસભ્ય પી.ડી વસાવા નિકળ્યા; સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરતાં પોલીસે કોંગ્રેસી આગેવાનોની અટકાયત કરી

નર્મદા (રાજપીપળા)21 દિવસ પહેલા
  • કૉપી લિંક

બંધના એલાનને લઈને રાજપીપલાની દુકાનો બંધ કરાવવા કોંગ્રેસના કાર્યક્રરો સાથે ધારાસભ્ય પીડી વસાવા નિકળ્યા હતા. મોંઘવારી મુદ્દે સરકાર વિરોધી સુત્રોચાર કરતા ધારાસભ્ય સહિત કોંગ્રેસી આગેવાનોની પોલીસે અટકાયત કરી હતી. કોંગ્રેસ પાર્ટીના દ્વારા દેશમાં વધી રહેલા અસહ્ય મોંઘવારી મુદ્દે ભારત બંધનું એલાન કરવામાં આવ્યું. જેમાં રાજપીપલા બજાર તથા તાલુકા મથકો પર દુકાનો બંધ રહે એ માટે કોંગ્રેસી આગેવાનો બજારમાં નીકળી દુકાનો બંધ કરાવી હતી. જોકે આ બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો.

રાજપીપળા શહેરમાં બંધના એલાનને લઈને ધારાસભ્ય પી.ડી વસાવાની આગેવાનીમાં કોંગ્રેસ અગ્રણી તથા કાર્યકર્તા સાથે વેપારીઓ અને મિત્રોને વિનંતી કરીને બંધ કરાવ્યું હતું. જેમાં કોંગ્રેસ પ્રદેશ મંત્રી પ્રફુલ પટેલ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હરેશ વાળંદ, ઉપ પ્રમુખ જયંતી વસાવા, નાદોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ પ્રકાશ વસાવા, રાજપીપળા શહેર કોંગ્રેસ પ્રમુખ માલવ બારોટ, જિલ્લા સેવાદળ ઉપપ્રમુખ ચંદ્રેશ પરમાર, મહામંત્રી સંજય વસાવા, તાલુકા મહામંત્રી જેડી વસાવા, અમિત માલી અને કોંગ્રેસ કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી બજાર બંધ કરાવ્યા હતા. જેમાં વેપારી વર્ગે પણ સહકાર આપી બંધ રાખ્યુ‌ હતું.

કોંગ્રેસ કાર્યકરો દ્વારા બંધના એલાન મુદ્દે સફેદ ટાવર ખાતે સરકાર વિરૂદ્ધ​​​​​​​ સૂત્રોચ્ચાર કરતા પોલીસે તમામ કોંગ્રેસી આગેવાનોની અટકાયત કરીને પોલીસ સ્ટેશન ખાતે લઈ ગયા હતા. આ બાબતે ધારાસભ્ય પી.ડી. વસાવાએ જણાવ્યું હતું કે, આજે દેશમાં મોંઘવરી આસમાને છે ત્યારે સામાન્ય પ્રજાને ખાવા માટેના ફાંફા થઈ રહ્યા છે. ત્યારે સરકાર સદંતર નિષ્ફળ ગઈ છે. સરકાર ખોટા ખર્ચાઓ બંધ કરે. અને મોંઘવારી ઘટાડવાનો પ્રયત્ન કરે અને રોજગારી વધારવાની તકો ઉભી કરે. પણ સરકાર બસ ઉત્સવોમાં જ વ્યસ્ત હોય તેમને બે ત્રણ ઉદ્યોગપતિઓ સિવાય કોઈ દેખાતું નથી પછી ક્યાંથી લોકોનો વિકાસ થાય.

અન્ય સમાચારો પણ છે...