જિલ્લા વિકાસ અઘિકારી અંકિત પન્નુના અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયત ખાતે 18 થી 59 વર્ષની વયના લાભાર્થીઓને સરળતાથી પ્રિકોશન ડોઝ મળી રહે તે હેતુસર જિલ્લાના પ્રાઈવેટ હોસ્પિટલના ડૉકટરશઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અઘિકારી ડૉ. કે.પી.પટેલ, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.વિપુલ ગામીત, રાજપીપલાની પ્રાઇવેટ હોસ્પીટલના ડૉ. ગીરીશભાઈ આનંદ, ડૉ.હિરેન્દ્રભાઇ વસાવા, ડૉ.સાગરભાઈ, ડૉ.ભુપેન્દ્રભાઈ.ડી.પટેલ સહીતના ડોકટરશઓની ઉપસ્થિતમા યોજાયેલી ઉક્ત બેઠકને સંબોધતા જિલ્લા વિકાસ અધિકારીશ્રી અંકિત પન્નુએ 18 થી 59 વયના લાભાર્થીઓને વેકસીનેશનો પ્રિક્રોશન (બુસ્ટર) ડોઝ સરકારના નિયમોનુસાર પ્રાઇવેટ હોસ્પીટલમાં આપવાનું નકકી કરાયેલ છે.
કોરાના સંક્રમણને અટકાવવા અને કોરોનાથી સુરક્ષિત રહેવા પ્રિકોશન (બુસ્ટર) ડોઝ લેવો ખુબ જ જરૂરી હોવાની સાથે જિલ્લાના 18થી 59 વયના બાકી રહેલા તમામ લોકોને વેક્સીનેશન હેઠળ આવરી લેવા જરૂરી સુચના સાથે માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું. અધિક આરોગ્ય અધિકાર ડૉ. વિપુલ ગામીતે ઉક્ત બેઠકમાં જણાવ્યું હતું કે, નર્મદા જીલ્લાની પ્રાઇવેટ હોસ્પીટલોમાં સરકારના નકકી કરેલ ફી (પ્રતિ ડોઝ 386 રૂપિયા) મુજબ મળશે. વેકસીન લેવા માટે ઓનલાઇન સ્લોટ અગાઉથી બુક પણ કરાવી શકાશે તેમજ ઓનસ્પોર્ટ (સ્થળપર) પણ વેકસીન આપવામાં આવશે.
હવે ૫છીથી નર્મદા જિલ્લાની આનંદ હોસ્પીટલ- કોલેજ રોડ, સુર્યા હોસ્પીટલ, સંતોષ ચાર રસ્તા, મઘુરમ હોસ્પીટલ, એમ.વી.રોડ,કલેકટર કચેરી સામે અને કેવડીયા કોલોની ખાતે આવેલ હેલ્થ કેર હોસ્પીટલ સહિત કુલ-૪ જેટલી પ્રાઇવેટ હોસ્પીટલોમાં પ્રિકોશન (બુસ્ટર) ડોઝ લઇ શકાશે. અગાઉ જે વેક્સીનના બે ડોઝ લીઘેલ હોય એ જ વેકસીન મેળવી લેવા અને ૧૮ થી ૫૯ વર્ષની વય ધરાવતા તમામ વ્યક્તિઓને પ્રાઇવેટ હોસ્પીટફલોમાં 6જઇ સમય મર્યાદામાં પ્રિક્રોશન ડોઝ લઇ લેવા જાહેર અપીલ કરાઈ હતી. આ બેઠકમાં પ્રાઈવેટ હોસ્પિટલના ડોક્ટરશમઓએ પણ વેક્સીન બાબતે જરૂરી ચર્ચા કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.