• Gujarati News
  • Local
  • Gujarat
  • Narmada
  • Many Arguments As Sandalwood Trees Were Stolen From Two Places In One Night; The Police And Forest Department Conducted An Investigation

રાજપીપળામાં 'પુષ્પારાજ'?:એક જ રાતમાં બે જગ્યાએથી ચંદનના ઝાડની ચોરી થતાં અનેક તર્ક-વિતર્ક; પોલીસ અને વન વિભાગે તપાસ હાથ ધરી

નર્મદા (રાજપીપળા)25 દિવસ પહેલા

નર્મદા જિલ્લાના રાજપીપળામાં એક જ રાત્રિમાં બે જુદી જુદી જગ્યાએથી ચંદનનાં ઝાડની ચોરી થવા પામી છે. ત્યારે અનેક તર્ક સર્જાઇ રહ્યા છે. આ બાબતે પોલીસ અને વન વિભાગે હાલમાં તો તપાસ હાથ ધરી છે.

બંને જગ્યાએથી ચોરો મુખ્ય થડ કાપીને લઇ ગયા
રાજપીપળા કરજણ કોલોની વિસ્તારમાં ચંદ્ર મૌલેશ્વર મહાદેવ મંદિરની બહારથી આશરે ત્રીસ વર્ષ જૂનું ચંદનનું ઝાડ કેટલાક ચોરો ચોરી કરી ગયા હતા. ઉપરાંત રાજપીપળા વિશ્વકર્મા મંદિર પાસે રહેણાંક મકાનમાંથી એક ચંદનના ઝાડની ચોરી થવા પામી છે. જો કે આ બાબતે પોલીસ અને વન વિભાગ તપાસ કરી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે બંને જગ્યાએથી ચોરો મુખ્ય થડ કાપીને લઇ ગયા છે. ત્યારે સ્થાનિક રહીશોમાં પણ ફફડાટ ફેલાયો છે.

ઝાડની ચોરી થતાં સુરક્ષા સામે પણ અનેક સવાલો
ખાસ કરીને કરજણ કોલોની વિસ્તારમાં જિલ્લાના ઉચ્ચ અધિકારીઓના રહેણાંક મકાનો આવેલા છે. ત્યારે રોડ ઉપરથી ચંદનના ઝાડની ચોરી થતાં સુરક્ષા સામે પણ અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે તેવું સ્થાનિકો જણાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...