• Gujarati News
  • Local
  • Gujarat
  • Narmada
  • Mansukh Vasava Addressed The Meeting In Narmada; The District President Attacked The Independent By Saying That He Was Awake, He Was Asleep

જીતનો વિશ્વાસ મુક્યો:નર્મદામાં મનસુખ વસાવાએ સભા સંબોધી; જાગતાની પાડી, ઊંઘતાનો પાડો કહી અપક્ષ પર જિલ્લા પ્રમુખે પ્રહાર કર્યા

નર્મદા (રાજપીપળા)18 દિવસ પહેલા

નર્મદા જિલ્લાની નાંદોદ વિધાનસભાની આજે ભાજપ દ્વારા પ્રથમ જાહેરસભા ભાણદ્રા ખાતે રાખવામાં આવી હતી. જેમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા, જિલ્લા પ્રમુખ ઘનસ્યામ પટેલ, ભરતસિંહ પરમાર, સતિષ પટેલ, શબ્દશરણ તડવી, ઉમેદવાર જાતે ડો. દર્શાન દેશમુખ, ઝારખંડના ધારાસભ્ય સહીત મોટી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનોની હાજરીમાં એક જાહેરસભા યોજાઈ હતી.

સચિવ હર્ષદ વસાવા સામે ભાજપે બાયો ચઢાવી હતી
ભાજપના કાર્યો અને યોજનાઓની વાતો સાથે મતદારોને રીઝવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. ભાજપને વોટ આપી વિજયી બનાવવાની હાંકલ કરી હતી. પરંતુ જયારે ચૂંટણીનો જંગ જામે ત્યારે ભાજપ અને કોંગ્રેસ સામસામે આક્ષેપો કરતા હોય છે. પરંતુ નર્મદાના નાંદોદ વિધાનસભામાં ભાજપ સાથે છેડો ફાડી અપક્ષ ઉમેદવારી કરનાર પૂર્વ સાંસદીય સચિવ હર્ષદ વસાવા સામે ભાજપે બાયો ચઢાવી હતી.

ભરૂચ-નર્મદાની 7 સીટો ભાજપ જીતે છે: મનસુખ વસાવા
જિલ્લા પ્રમુખ અને સાંસદે પણ કાર્યકરો અને મતદારોને પોતાના સંબોધનમાં કહ્યું કે, આવા લોકોથી છેતરાતા નહીં અને જાગતા રહેજો. જાગતાની પાડી અને ઉંઘતાનો પાડો કહી અપક્ષ પર જિલ્લા પ્રમુખે પ્રહાર કર્યા હતા. તો બીજી બાજુ સાંસદ મનસુખ વસાવાએ BTPને આડે હાથ લીધું અને કહ્યું હતું કે, બાપ દીકરા આમને સામને થયા છે. તમે જુઓ તો ખરા કે કેવી સ્થિતિનું નિર્માણ થયું છે. આજ ગુડ્ડાઓ (છોટુ વસાવા) સામે હું એકલા હાથે લડ્યો છું. હવે ઝઘડિયા સીટ ભાજપ જીતે છે. BTP અને છોટુ વસાવાનું પૂરું થઇ ગયું છે. ભરૂચ અને નર્મદાની 7 સીટો ભાજપ જીતે છે એમાં કોઈ બે મત નથી. આવું કહીં જીતનો વિશ્વાસ મુક્યો હતો.

અન્ય સમાચારો પણ છે...