• Gujarati News
  • Local
  • Gujarat
  • Narmada
  • Malpractice In Rationing Shop In Bigi Bhamri Village; The Cardholders Submitted An Application To The Collector, Seeking Cancellation Of The Shop Operator's License

રેશનિંગની દુકાનમાં ગેરરીતિ:મોટી ભમરી ગામના કાર્ડધારકોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું, દુકાન સંચાલકનું લાયસન્સ રદ કરવા માગ

નર્મદા (રાજપીપળા)25 દિવસ પહેલા
  • કૉપી લિંક

નર્મદા જિલ્લાના મોટી ભમરી ગામમાં રેશનિંગની દુકાનમાં મળતા અનાજ સહિતની વસ્તુઓ સમયસર ન મળતા અને સંચાલક નિયમોનું પાલન ન કરવા બાબતે ગ્રામજનોએ કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે. ગ્રામજનોની રજૂઆત મુજબ આ દુકાન મોટી ભમરી ગ્રૂપ ગ્રામ પંચાયત હેઠળ આવેલી છે અને તેના સંચાલક રસીકભાઇ વસાવાએ 7માં મહિનામાં સરકાર તરફથી વ્યાજબી ભાવે મળતી તમામ ચીજ વસ્તુઓ આપી નથી તેમજ દુકાનમાં સરકારના નીતિ-નિયમોનું પાલન કરવામાં આવતુ નથી.

ગ્રામજનોએ રેશન કાર્ડ તેમજ દુકાનદારના સ્ટોકપત્રક અને રજિસ્ટરોની યોગ્ય તપાસ કરવા માગ કરી છે. સાથે જો તપાસમાં ગેરરીતિ સાબિત થાય તો સંચાલક સામે કાયદેસર કાર્યવાહી કરી સસ્તા અનાજની રેશનિંગ દુકાનની પરવાનગી રદ કરવાની પણ માંગ કરી છે.આ બાબતે પુરવઠા નાયબ મામલતદાર દ્વારા રેશનકાર્ડ ધરાવતા ગ્રામજનોના જવાબ લઇ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...