લમ્પી સ્કીન રોગને લઈને તંત્ર સતર્ક:નર્મદામાં લમ્પી સ્કીન રોગને લઈને તંત્ર બેઠું થયું, જો કે હજી સુધી કોઇ કેસ ન મળ્યો હોવાથી પશુપાલકોએ રાહતનો શ્વાસ લીધો

નર્મદા (રાજપીપળા)2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગભરાવાને બદલે તકેદારી રાખવાથી આ રોગ સંપૂર્ણપણે નિયંત્રીત થાય છે

લમ્પી સ્કીન રોગ પશુઓમાં વાયરસથી થતો રોગ છે, જે ગાય અને ભેંસ વર્ગના પશુઓમાં જોવા મળે છે. આ રોગમાં પશુઓને તાવ આવવો, શરીર ઉપર ચાંઠા પડવા, નાકમાંથી પ્રવાહી પડવું જેવા ચિન્હો જોવા મળે છે. આ રોગ માખી, મચ્છર તથા ઇતરડી કરડવાથી એક પશુઓમાંથી બીજા પશુઓમાં ફેલાય છે. આ રોગ પશુઓમાં ન ફેલાય તે માટે જરૂરી પગલાં લેવા તંત્ર દ્વાર પશુપાલકોને અનુરોધ કરવામાં આવ્યો છે.

પશુઓની ગમાણ સ્વચ્છ રાખવી, જંતુનાશક દવાનો છંટકાવ કરવો
પશુપાલન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે પશુ રહેઠાણ સ્વચ્છ રાખવું, કાદવ કિચડ હોય તો વ્યવસ્થિત રીતે સાફ સફાઇ કરવી, પશુઓની ગમાણ સ્વચ્છ રાખવી, પશુઓના રહેઠાણમાં લીમડાના પાનનો ધુમાડો કરવો, માખી, મચ્છર તથા ઇતરડી પશુને ન લાગે તે માટે જંતુનાશક દવાનો છંટકાવ કરવો, પશુઓના રહેઠાણની આજુબાજુ પાણી ભરાઇ રહેલ હોય તો દુર કરવુ, સારો ખોરાક અને પાણી આપવું જોઇએ.

ગભરાવવાને બદલે તકેદારી રાખવાથી આ રોગ સંપુર્ણપણે નિયંત્રીત થાય છે
પશુઓમાં લમ્પી રોગના ઉક્ત દર્શાવેલા પૈકીના લક્ષણો દેખાય તો તુરત જ 1962 હેલ્પલાઇન નંબર ઉપર ફોન કરવો તથા નજીકના પશુ દવાખાનો અચૂક સંપર્ક કરવો. આ રોગના લક્ષણો પશુઓમાં દેખાય તો તાત્કાલિક પશુને બીજા નિરોગી પશુથી દુર બાંધવુ. બીજા પશુઓના સંપર્કમાં ન આવે તે મુજબ રોગીષ્ઠ પશુને અલગ બાંધવુ. રોગગ્રસ્ત વિસ્તારમાંથી પશુનુ સ્થળાંતર બંધ કરવું. પશુની સારવાર માટે તાત્કાલીક પશુચિકિત્સા અધિકારીને બોલાવવા અને તેમના માર્ગદર્શન મુજબ કાર્યવાહી કરવી. આ રોગથી ગભરાવવાને બદલે તકેદારી રાખવાથી આ રોગ સંપુર્ણપણે નિયંત્રીત થાય છેની પશુપાલન અધિકારીએ સૂચના આપી છે.

અન્ય સમાચારો પણ છે...