ગટરનું કામ તાત્કાલિક કરવા માગ:રાજપીપળામાં વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરી બાકી રહેલા લાભાર્થીઓને વળતર આપવા સ્થાનિકોએ રજૂઆત કરી

નર્મદા (રાજપીપળા)13 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજપીપલા નગર પાલિકાનો વિસ્તાર ખારા ફરિયામાં ભારે વરસાદને લઈને ઘરોમાં પાણી ભરાયા હતા. જેમાં મોટાભાગના ઘરોમાં મોટું નુકસાન થયું હતું જયારે ભાજપ અને રાજપીપલા નગરપાલિકા દ્વારા તાત્કાલિક ભોજનની વ્યવસ્થા કરી સરકારના નિયમ પ્રમાણે કેશડોલ અને સહાય પણ આપી હતી. પરંતુ હજુ કેટલાક ઘરો છે જેનો સર્વે કર્યો નથી અને સહાય મળી નથી સાથે આ વિસ્તામાં હવે પાણી ન ભરાય એ માટે જે ગટર લાઈન કરવાની તાતી જરૂર છે. તે વહેલી ટકે કરવામાં આવે તો આગામી સમયમાં વરસાદ પડેને ફરી આવી પરિસ્થિતિ ન સર્જાય એ માટે તાત્કાલિક અસરથી ગટર લાઈન કરવા સ્થાનિકોએ માંગ કરી હતી.

અધિકારીઓએ પાણીના નિકાલ માટે ગટર બનાવવાની ખાતરી આપી હતી
આ વિસ્તારમાં જાગૃત નાગરિક મહેન્દ્રભાઈ તડવી એ જણાવ્યું હતું કે, અગાઉ ધોધમાર વરસાદમાં જેમાં અમારા વિસ્તારના ઘણા બધા ધરોમાં ગટરના પાણી 4થી 5 ફુટ ભરાયા હતા. તે સમયે સાંસદ મનસુખ વસાવા, ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ, પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલ તથા અમારા વોર્ડના આગેવાન ભરતભાઇ વસાવા, સામાજીક સેવાભાવી કાર્યકરતાઓ રૂબરૂ નિરીક્ષણ કરી સરકાર તરફથી સહાય તથા ગટરના અને વરસાદના પાણીના નિકાલ માટે ગટર બનાવવાની ખાતરી આપી હતી.

પીડિતોને સહાય અને ગટરનું કામ તાત્કાલિક કરવા માંગ
જેના અનુસંધાને રાજપીપલા નગર સેવા સદન તરફથી ભોજન વ્યવસ્થા તથા સર્વે કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેથી રાજપીપલા નગર સેવા સદન તરફથી સર્વેની યાદી મુજબ કેસ ડોલનું વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ નુકસાની પેટે અમુક વિસ્તારોમાં 3800 તથા 5400ના ચેકોનું વિતરણ કરવામાં આવ્યું હતું. અમુક વિસ્તારોમાં 3800નાં ચેકોનુ જ વિતરણ કરવામાં આવ્યું છે, તો અન્ય જુદા જુદા વિસ્તારોમાં પણ કેટલાક પીડીત પરીવારો બાકી રહી ગયા છે. તો આ પીડિતોને સહાય અને આ ગટરનું કામ તાત્કાલિક કરવા અમારી માંગ છે.

અન્ય સમાચારો પણ છે...