નાંદોદ તાલુકાના ધારીખેડા ગામે રહેતા કિરણ પરસોત્તમ વસાવા ના નાંદોદ તાલુકાના એક ગામની યુવતી સાથે સામાજિક વિધિવત લગ્ન થયા હતા. લગ્ન થતા પરિણીતાની નાની બહેન બહેનની સાસરીમાં અવર જવર થતી હતી એટલે બનેવી ની પોતાની સાળી પર દાનત બગડી અને પોતાના વશમાં કરવા તેની બેનને રાખશે નહિ કાઢી મુકાશે તેવી ધમકી આપી સાળીને વસ માં કરી. બનેવી જાણતો હતો કે તેની સાળી હજુ 16 વર્ષ અને 9 મહિનાની જ છે સગીર છે છતાં પણ તેનો વિરોધ હોવા છતાં પટાવી ફોસલાવી ધાક ધમકી આપીને એક વર્ષથી દુસ્કર્મ કરતો રહ્યો.
જોકે આ દરમ્યાન સગીરા ગર્ભવતી બનતા બનેવીએ ગર્ભપાત ની ગોળીઓ ખવડાવી ગર્ભપાત પણ કરાવી દીધો છતાં બનેવીની શારીરિક શોષણ વધતા સાળી થી સહાન નહોતું થતું એટલે તેની બહેન અને પરિવાર ને વાત કરતા બનેવીનો ભાંડો ફૂટ્યો. સગીરા એ આમલેથા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. હાલતો આ કિસ્સો ચર્ચાની એરણે ચઢ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.