વિતરણ:નર્મદા જિલ્લામાં 83 લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડનું વિતરણ કરાયું

રાજપીપળા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નોંધરાનો આધાર યોજનાનું જિલ્લામાં અમલીકરણ થઇ રહ્યુું છે

નર્મદા જિલ્લામાં આદીવાસી સમાજની બહુલ વસતી છે અને જન કલ્યાણ માટે સરકારની વિવિધ યોજનાઓ લોકો સુધી પહોંચાડવામાં આવી રહી છે. જિલ્લાના 83 જેટલા લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. નર્મદા જિલ્લાના ગરીબ પરિવારો માટે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના આર્શીવાદરૂપ બની છે.

કલેક્ટર ડી.એ.શાહના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ સરકારની વિવિધ યોજનાઓનો લાભ ગરીબ પરિવારો તેમજ અંતરિયાળ વિસ્તાર સુધી પહોંચે તે માટે કામગીરી થઇ રહી છે. રાજપીપલાના ટેકરા ફળિયા વિસ્તારના “નોંધારાનો આધાર પ્રોજેક્ટ” ના લાભાર્થી બચીબેન વસાવા અને રાધિકા વસાવાને આરોગ્યલક્ષી બિમારીઓથી સુરક્ષા માટે આયુષ્માન કાર્ડથી લાભાન્વિત કરાયા છે.

નર્મદા જિલ્લામાં 6 લાખની વસ્તી સામે આશરે 50 હજાર જેટલા આયુષ્માન કાર્ડ આપી દેવામાં આવ્યાં છે. અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.વિપુલ ગામીતે જણાવ્યું હતું કે, રાજપીપલામાં આયુષ્માન કાર્ડ માટે 133 લાભાર્થીઓની નોંધણી થયેલ છે. જેમાંથી 83 લાભાર્થીઓને આ કાર્ડ ઉપલબ્ધ કરાવવામાં આવ્યાં છે.

તેમજ 21 લાભાર્થીઓને આયુષ્માન કાર્ડની સુવિધા મળી રહે તે સંદર્ભની કામગીરી મંજૂરી પ્રક્રિયા હેઠળ છે. સામાન્ય વર્ગના પરિવાર રૂપિયાના અભાવના કારણે મોટા અને ખાનગી હોસ્પિટલમાં ઇલાજ કરવાથી બચે છે, તથા ઇલાજ કરાવવો અશક્ય હોય છે. એવી સ્થિતિમાં આ યોજના થકી સામાન્ય પરિવારને 5 લાખ સુધીની આરોગ્યલક્ષી સહાય આપવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...