ધરમ ધકકા:નર્મદામાં 3 લાખ લોકોના આયુષ્યમાન કાર્ડ શોભાના ગાંઠિયા સમાન બની ગયાં

રાજપીપળા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં એક પણ ખાનગી હોસ્પિટલમાં કાર્ડ ચાલતું નહિ હોવાથી ધરમ ધકકા

નર્મદા જિલ્લામાં 6 લાખની વસ્તી ના પ્રમાણમાં 3 લાખથી વધુ પ્રધાનમંત્રી આયુષ્માન કાર્ડ ધારકો છે. પરંતુ આ કાર્ડ જિલ્લાની એક પણ ખાનગી હોસ્પિટલમાં ચાલતું નથી. કેટલીક હોસ્પિટલોએ આ આયુષ્માન કાર્ડથી ગરીબ લોકોના ઓપરેશન કરી શકે એ માટે અરજી પણ કરી છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી આ કામગીરી પ્રોસેસમાં છે. એટલે કોઈપણ હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડ ચાલતું નથી. એટલે નાના મોટા ઓપરેશન કરાવવા માટે વડોદરા, અંકલેશ્વર કે ભરૂચ સુરતના ધક્કા ખાવા પડે છે.

જેમાં તેમની સાથે જનાર વ્યક્તિનો ખર્ચ પણ જેતે પરિવારે ઉઠાવવો પડે છે એ બહાને લોકો સારવાર લેવા બહાર જતા નથી. વર્ષો પહેલા રાજ્ય સરકાર દ્વારા સ્કીમ ચલાવવામાં આવી હતી. મુખ્યમંત્રી માં અમૃતમ કાર્ડ યોજના ચાલતી જે તમામ દવાખાનાઓમાં ચાલતી હતી. ત્યાર બાદ પ્રધાન મંત્રી આયુષ્યમાન કાર્ડની યોજનામાં 5 લાખ સુધીની સહાય સરકાર આપે અને હવે નવી અપડેટ યોજનામાં 10 લાખ સુધીની સહાય ની વાત આવી છે ત્યારે નર્મદા જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા શક્ય એટલી હોસ્પિટલોને મંજૂરી આપવામાં આવે એવી માંગ ઉઠી છે.

65 ટકા લોકોને આયુષ્યમાન કાર્ડ આપી દેવાયાં છે
નર્મદા જિલ્લામાં 65 ટકા જેટલી PMJY કાર્ડ ની કામગીરી થઇ ગઈ છે પણ જિલ્લામાં ખાનગી હોસ્પિટલોમાં કાર્ડ ધારકોને હજી સુવિધાનો લાભ મળ્યો નથી. પ્રસૃતિ ગૃહ અને અન્ય હોસ્પિટલોની અરજી રાજય સરકારમાં પેન્ડિંગ છે. જે લોકો પાસે કાર્ડ છે તે હાલ અન્ય શહેરોમાં જઇને સારવાર કરાવી રહયાં છે.> જે.ઓ. માઢક, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, નર્મદા .

અન્ય સમાચારો પણ છે...