પાંચ વર્ષના દીપડાનું મોત:તિલકવાડામાં ગામ નજીક સીમમાં દીપડાનો મૃતદેહ મળ્યો; વન વિભાગ દ્વારા અંતિમ સંસ્કાર કરવામાં આવ્યું

નર્મદા (રાજપીપળા)5 દિવસ પહેલા
  • કૉપી લિંક

તિલકવાડા તાલુકાના રામપુરી ગામ નજીક સીમ વિસ્તારમાં આજે શુક્રવારે સવારે મૃત હાલતમાં દીપડો મળી આવ્યો હતો. આ ઘટનાની જાણ તિલકવાળા વન-વિભાગના અધિકારીઓને થતાં ઘટના સ્થળ પર દોડી આવ્યા હતાં. કાયદેસર કાર્યવાહી હાથ ધરી દીપડાનું અંતિમ સંસ્કાર કરવામાં આવ્યું હતું.

પાંચ વર્ષનો દીપડો મૃત હાલતમાં મળી આવ્યો
ઉલ્લેખનીય એ છે કે, તિલકવાડા તાલુકાના ઘણા વિસ્તારોમાં જંગલ વિસ્તાર આવેલો છે. આ વિસ્તારમાં દીપડા જેવા કેટલાક પ્રાણીઓ વસવાટ કરે છે. જેમાં આજ રોજ શુક્રવારે સવારના સમયગાળા દરમિયાન તિલકવાડા તાલુકાના રામપુરી ગામ નજીક સીમ વિસ્તારમાં અંદાજિત પાંચ વર્ષનો દીપડો મૃત હાલતમાં મળી આવ્યો હતો. ઘટનાને પગલે સ્થાનિક લોકોએ તિલકવાડા વન વિભાગમાં જાણ કરી હતી.

દીપડાનું અંતિમ સંસ્કાર કરવામાં આવ્યું
આ ઘટનાની જાણ ફોરેસ્ટ વિભાગમાં થતાં કેવડિયા વન વિભાગના R.F.O વી. પી. ગભાનીયા તથા તિલકવાડા વન વિભાગના ફોરેસ્ટર હાર્દિક ગોહિલ સહિત અન્ય અધિકારીઓ તત્કાલિક રામપુરી ગામ નજીક ઘટના સ્થળ પર દોડી આવ્યા હતાં. ત્યારબાદ દીપડાને કબ્જે લઈ કાયદેસરની કાર્યવાહી કરી દીપડાનું અંતિમ સંસ્કાર કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...