• Gujarati News
  • Local
  • Gujarat
  • Narmada
  • L.C.B. Police Resolve Interstate Vehicle Theft; A Total Of 4 Thefts Were Detected From Narmada District And Madhya Pradesh State Together

વાહન ચોર ગેંગનો મુખ્ય સાગરીત ઝબ્બે:એલ.સી.બી. પોલીસે આંતર રાજ્ય વાહન ચોરીનો ભેદ ઉકેલ્યો; નર્મદા જિલ્લાની તથા મધ્યપ્રદેશ રાજ્યની મળીને કુલ-4 ચોરી ડિટેક્ટ કરી

નર્મદા (રાજપીપળા)25 દિવસ પહેલા
  • કૉપી લિંક

નર્મદાના ગરૂડેશ્વર, રાજપીપળા સહીત અંકલેશ્વર અને મધ્ય પ્રદેશના વિવિધ વિસ્તારોમાં ફોરવ્હિલર અને બાઇકોની વાહન ચોરીમાંનો માસ્ટર માઈન્ડ મુખ્ય આરોપીને નર્મદા LCBએ ઝડપી પાડ્યો હતો. ઉપરાંત તેણે 4 ગુનાઓની કબૂલાત કરી હતી, જેના પગલે પોલીસે ગાડીઓ પણ કબ્જે કરી એક મોટો આંતર રાજ્ય વાહન ચોરીનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે.

પોલીસે 4 ચોરી ડિટેક્ટ કરી વધુ તપાસ હાથ ધરી
તિલકવાડા પોલીસ સ્ટેશન વિસ્તારના દેવલીયા ખાતેથી બોલેરો પીકઅપ ગાડીની ચોરી થયેલી હતી. આ ગુનાની તપાસ દરમ્યાન આ ગુનાના કામે જિલ્લામાં અગાઉ ચોરીના કામે નાસતો ફરતો આરોપી દિલીપ સરદાર બામણીયા તથા દિનુ ઉર્ફે દિનેશ લક્ષ્મણ અજનારે કરેલી હોવાની ટેક્નીકલ સર્વેલન્સ તથા અંગત બાતમીદારોથી હકીકત મેળવાઈ હતી. જેથી એલ.સી.બી. ટીમના એ.એસ.આઇ. પરસોત્તમ તથા અ.હે.કો. વિજય તથા અ.હે.કો. અશોક તથા અ.હે.કો. કૃષ્ણલાલ તથા અ.હે.કો. દુર્યેશ દ્વારા મધ્યપ્રદેશના ધાર જીલ્લામાં આરોપીઓની તપાસ અર્થે મોક્લવામાં આવ્યા હતા. દરમિયાન આરોપી દિલીપ સરદાર બામણીયા મળી આવતા તેને પકડી એલ.સી.બી. કચેરી ખાતે લાવી પુછપરછ કરતા નીચે મુજબની અન્ય ચોરીઓ કરેલ હોવાની કબુલાત કરી છે. જેથી પોલીસે 4 ચોરી ડિટેક્ટ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ચોરીમાં કોણ કોણ સામેલ હતા?
નર્મદા LCB પી.આઈ એ.એમ વસાવા દ્વારા ઝડપાયેલ ચોરીનો માસ્ટર માઈન્ડ દિલીપ સરદાર બામણીયાની પુછપરછ કરતા તેની સાથે સંકળાયેલ સાથીદારોના નામો ખુલ્યા હતા. જેમાં (1) દિનુ ઉર્ફે દિનેશ લક્ષ્મણ અજનારે (2) પાનસીંગ લક્ષ્મણ અજનારે (3) ભોલુ લક્ષ્મણ અજનારે (4) થાવરીયા ઠાકરસીંગ અજનારે (5) ગણપત દિત્યા વસુનીયાનાં નામો ખુલ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...