ચોરીનો ભેદ ઉકેલાયો:યુનિટી હોલીડે રિસોર્ટમાં થયેલ ઘરફોડ ચોરીના આરોપીને 2.25 લાખના મુદ્દામાલ સાથે LCB પોલીસે ઝડપી પાડ્યો

નર્મદા (રાજપીપળા)18 દિવસ પહેલા
  • કૉપી લિંક

નર્મદા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેનાઓએ જીલ્લામાં બનતા મિલ્કત સંબંધી ગુનાઓમાં અંકુશ રાખવા માટે તેમજ અનડીટેક્ટ ગુનાઓ ડીટેક્ટ કરવા અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવાના સુચનના પગલે એ.એમ.પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર, એલ.સી.બી નાઓ તથા એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો દ્વારા જીલ્લામાં બનતા મિલ્કત સબબ ગુનાઓને ડીટેક્ટ કરવાના પ્રયત્નોના ભાગરૂપે તિલવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ યુનિટી હોલીડે રિસોર્ટમાં ગત 4 ઓગષ્ટ 22ના રોજ રાત્રીના સમયે કોઇ ચોર ઇસમે મોબાઇલ ફોન તથા કેનનના બે કેમેરા લેન્સ સાથે તથા રોકડ રકમની ચોરી કરતા તિલકવાડા પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. જે બાબતની તપાસ નર્મદા lCB દ્વારા કરતા પોલીસે ચોરને ઝડપી પાડ્યો છે.

આ ગુનાની તપાસમાં એ.એમ.પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર તથા એલ.સી.બી. ટીમના પોલીસ સ્ટાફ મારફતે ખાનગી બાતમીદારો અને ટેક્નીકલ સર્વેલન્સ આધારે આરોપીની ઓળખ થતા એલ.સી.બી. ટીમે વડોદરા ખાતેથી આરોપી પંકિલભાઇ ઉર્ફે આદિત્ય દેવીસીંગ રાઠવા હાલ રહે. સી 76 વૃંદાવન પાર્ક સોસાયટી આજવા રોડ, વડોદરા મુળ રહે, કાતુ પો.ગીલીપીલી તા.ધોધંબા જી.પંચમહાલનાને ઝડપી તેના કબજામાંથી સોની કંપનીનો કેમેરો તથા બે લેન્સ તથા બે બેટરી એક ચાર્જર તથા ત્રણ મેમરી તથા બેગ સહિતની કિ.રૂ. 1,50 લાખ તેમજ એક કેનન કંપનીનો કેમેરો કાળા કલરની બેગ જેની કિ.રૂ. 30 હજાર તથા એક આઇફોન કિ.રૂ. 40 હજાર તથા એક મોબાઇલ મળી કુલ 2.25 લાખનો મુદ્દામાલ મળી આવ્યો હતો.

આરોપીએ જણાવેલ કે, પોતે જંતુનાશક દવા છાંટવાનું કામ કરે છે અને વડોદરા ખાતેથી યુનિટી હોટલમાં દવા છાંટવા માટે અગાઉ આવ્યો હતો. ત્યારબાદ બે દિવસ પછી રાત્રી દરમિયાન તકનો લાભ લઇ ઉપરોક્ત તમામ સામાનની ચોરી કરેલ હોવાની કબુલાત કરતા તમામ મુદ્દામાલ રીકવર કરી આરોપીને તિલકવાડા પોલીસ સ્ટેશનને સોંપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...