બુટલેગરો પોલીસ સકંજામાં:એલ.સી.બી. નર્મદાએ માંડણ ગામમાંથી રૂ.86,400/-નો વિદેશી દારૂનો મુદ્દામાલ પકડી પાડ્યો

નર્મદા (રાજપીપળા)2 મહિનો પહેલા
  • કૉપી લિંક

નર્મદાના પ્રશાંત સુંબે, પોલીસ અધિક્ષકએ જિલ્લામાં અસામાજીક પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ રાખી તથા જિલ્લામાંથી દારૂના દુષણને ડામવા તેમજ અસરકારક કામગીરી કરવા માટેની કડક નિર્દેશો અને સુચનો કર્યા હતા. જેને પગલે જે.બી. ખાંબલા, પોલીસ ઈન્સ્પેક્ટર એલ.સી.બીએ પોલીસ સ્ટાફના કર્મચારીઓને સુચના કરતાં યોગેશભાઇ બળદેવભાઇ તથા કૃષ્ણાભાઇ શંકરભાઇને માંડણ ગામમાં રહેતા સુરેશ ઈશ્વર વસાવા તથા કિરણ ઈશ્વર વસાવાએ કરજણ નદીના સામેના કિનારે ​​​​​​​વિદે​​​​​​​શી દારૂ સંતાડેલની બાતમી આધારે એલ.સી.બી. સ્ટાફના એ.એસ.આઇ. ભરતભાઇ તથા અ.હે.કો. કિરણભાઇ તથા આ.હે.કો. ઉમેશભાઇ તથા લો.ર. કેયુરસિંહ તથા લો.ર.અનિલભાઇ સાથે પ્રોહીબીશન અંગેની રેઇડ કરતા કુલ બોટલ નંગ- 864 કિં.રૂ.86,400/-ના મુદ્દામાલ પકડી ગુનો દાખલ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...