'ઘર ઘર તિરંગા અભિયાન':નહેરુ યુવા કેન્દ્ર દ્વારા કાર્યક્રમનો પ્રારંભ કર્યો, આગામી 13 થી 15 ઓગષ્ટના દિવસોમાં 1000 થી વધુ તિરંગા લગાવાશે

નર્મદા (રાજપીપળા)10 દિવસ પહેલા
  • NYK નર્મદાના રાષ્ટ્રીય સ્વયંસેવકો દ્વારા અભિયાન હાથ ધરાયું
  • જિલ્લાના તિરંગા અંગે જાગૃતિ અને ઘર-ઘર તિરંગા લગાવવામાં આવશે

આઝાદીના અમૃત મહોત્સવ નિમિતે દેશના વડાપ્રધાન નરેદ્ર મોદી દ્વારા ઘર ઘર તિરંગા અભિયાન ચલાવવામાં આવ્યું છે. જેની પાછળ હેતુ માત્ર એટલો જ છે કે આજના યુવા વર્ગમાં દેશભક્તિ, રાષ્ટ્ર ભાવના જાગૃતિ થાય. રાષ્ટ્ર નિર્માણમાં આઝાદી માટે જેમનું યોગદાન હતું તેવા સ્વતંત્ર સેનાનીઓના કાર્યને યાદ કરી તેમને નમન કરે, ત્રિરંગા માટે સ્વાભિમાન વધે જે માટેનો છે. ત્યારે આ ઘર ઘર તિરંગા અભિયાન નહેરુ યુવા કેન્દ્ર નર્મદા દ્વારા એક કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં વડિયા રાજપીપલા ખાતે આવેલ કચેરીથી આ અભિયાનની શરૂઆત જિલ્લા યુવા વિકાસ અધિકારી વિઠ્ઠલ બી.તાયડે દ્વારા કરવામાં આવી. જેમની સાથે એકાઉન્ટ હેડ ચંદ્રકાન્ત બક્ષી,રજનીશ તડવી, અંકિત વસાવા, લાલસીંગ વસાવા, ઉદય વસાવા, દીક્ષા તડવી સહીત મોટી સંખ્યામાં રાષ્ટ્રીય યુવા સંયોજકો જોડાયા હતા. આ તમામ રાષ્ટ્રીય યુવા સંયોજકો તાલુકા મથકોમાં કામ કરતા હોય આગામી 13 ઓગષ્ટ થી લઈને 15 ઓગષ્ટ સુધી 75થી વધુ ગામોના 1000થી વધુ ઘરોમાં ઘર ઘર તિરંગા લગાવશે અને તિરંગા અંગે જાગૃતિ લાવશે.

75થી વધુ ગામોમાં જઈ અભિયાન હાથ ઘરાશે
આ બાબતે નર્મદા જિલ્લા યુવા વિકાસ અધિકારી વિઠ્ઠલ બી.તાયડેએ જણાવ્યું હતું કે, દેશના પ્રત્યેક નાગરિકમાં દેશભક્તિ રાષ્ટ્ર ભક્તિ હોવી જોઈએ. સાથે રાષ્ટ્ર ધ્વજ તિરંગા માટે સ્વાભિમાન પણ એટલું જ હોવું જોઈએ. એક ભારતીય તરીકે ગર્વ હોવો જોઈએ અને આ દેશના આઝાદીમાટે રાષ્ટ્ર નિર્માણ માટે જે ક્રાંતિકારીઓ સ્વતંત્ર સેનાનીઓ માટે પણ જાણકારી આજના યુવાનોને હોવી જોઈએ. આ તમામ બાબતની આજે સમજૂતી આપી રાષ્ટ્રીય સ્વંયસેવકોને સમજૂતી આપીને ગામેગામ જઈને તિરંગા લગાવશે. અને જાગૃતિ લાવશે. પ્રધાનમંત્રીના અભિયાનને આગળ વધારશે.

અન્ય સમાચારો પણ છે...