નર્મદા જિલ્લામાં ઘણા એચઆઇવી પીડિતો છે. એ પૈકી મોટા ભાગના મઘ્યમ અને ગરીબ વર્ગના હોય તેમને અવાર નવાર અલગ અલગ તહેવારો અનુરૂપ વસ્તુઓ આપવામાં આવે છે. જ્યારે ટુંક સમયમાં હોળી-ધુળેટીનો પર્વ હોવાથી આ પર્વને લગતી કીટ એઆરટી સેન્ટરના મેડિકલ ઓફિસર તરફથી આપવામાં આવી હતી.
આમ, તો અલગ અલગ સંસ્થાઓ દ્વારા સમયાંતરે આવી કીટ એચઆઇવી પીડિતોને અપાઇ છે, પરંતુ આ વખતે એઆરટી સેન્ટરનાં મેડિકલ ઓફિસર ડો. પ્રેરક આનંદ એ તેમની સેવાની ભાવનાથી હોળી ધુળેટીમાં કામ લાગે તેવી 50 પીડિતોને કીટ આપવાની ભાવના રાખતા ગુરુવારે જનરલ હોસ્પીટલ રાજપીપળાનાં એઆરટી સેન્ટર ખાતે ઇન્ચાર્જ સિવિલ સર્જન ડો. હરેશ કોઠારીનાં હસ્તે આ કિટનું વિતરણ કરાવ્યું હતું.
કીટ વિતરણ કાર્યક્રમમાં ઇન્ચાર્જ સિવિલ સર્જન ડો. કોઠારી, મેડિકલ ઓફિસર ડો. પ્રેરક આનંદ, કાઉન્સિલર જીગ્નેશ પરમાર, સિસ્ટર નીલમ વસાવા, લેબ. ટેક. ખુબી ભટ્ટ, આઇ.સી.ટી.સી. કાઉન્સિલર સંદીપ પટેલનાઓ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે નર્મદા જિલ્લા વિહાન પ્રોજેક્ટના હેલ્થ પ્રમોટર તથા સ્વેતના પ્રોજેક્ટના ફિલ્ડ કોર્ડીનેટરનાં સહકારથી પીડિતોને આ કીટ તેમના ઘર સુધી પહોંચાડવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.