• Gujarati News
  • Local
  • Gujarat
  • Narmada
  • Khatamuhurta Of Vivanta And Ginger Hotels By External Affairs Minister Dr. S. Jaishankar At Ektanagar; This Construction Will Accelerate The Progress And Transformation Of SOU

SOU ખાતે વધુ એક નિર્માણકાર્ય:એકતાનગર ખાતે વિદેશ મંત્રી ડૉ.એસ.જયશંકરના હસ્તે વિવાન્તા અને જીંજર હોટલનું ખાતમુહુર્ત; આ નિર્માણથી SOUની પ્રગતિ અને પરિવર્તનની ગતિ પકડાશે

નર્મદા (રાજપીપળા)24 દિવસ પહેલા
  • કૉપી લિંક

કેન્દ્રીય વિદેશ મંત્રી ડૉ.એસ. જયશંકરે આજે તેમની નર્મદા જિલ્લાની મુલાકાત દરમિયાન SOU-એકતાનગર (કેવડીયા) ખાતે દેશના IHCL ગૃપ (ટાટા ગૃપ) તરફથી શરૂ કરાનારી નવી બે હોટલ વિવાન્તા (VIVANTA) અને જીંજર (GINGER) ના ખાતમુહુર્તની તકતીનું અનાવરણ કર્યું હતું. આ ખાતમુહુર્ત વિધિમાં ટાટા સન્સના ચેરમેન એન.ચંદ્રશેખરન અને મેનેજીંગ ડિરેક્ટર પુનિત ચટવાલ, જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયા, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે, જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષાબેન વસાવા, પૂર્વ મંત્રી શબ્દશરણ તડવી, નર્મદા સુગર અને ભરૂચ દૂધધારા ડેરીના ચેરમેન ધનશ્યા પટેલ વગેરે પણ તેમાં જોડાયાં હતાં.

એકતાનગર ખાતે પ્રવાસનને વેગ મળી રહ્યો છે
કેન્દ્રીય વિદેશ મંત્રી ડૉ.એસ. જયશંકરે માધ્યમો સાથેના સંવાદમાં જણાવ્યું હતું કે, એકતાનગર ખાતે આ પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવ્યું છે તે ખૂબ જ મહત્વનો પ્રોજેક્ટ છે. આપ સૌ જાણો છો તેમ સ્ટેચ્યુ ઓફ યુનિટીના કારણે એકતાનગર ખાતે પ્રવાસનને વેગ મળી રહ્યો છે. ખાસ કરીને શનિવાર અને રવિવારની રજાઓમાં ત્રીસ હજારથી વધુ પ્રવાસીઓ આવી રહ્યાં છે, પરંતુ જે એક ઘટ છે તે પ્રવાસીઓને રોકાવા માટેની સારી હોટલોની સુવિધા. હાલમાં પ્રવાસીઓને ઉત્તમ સગવડ પૂરી પાડતી એક હોટેલ અને ટેન્ટસીટી તો છે જ પરંતુ આવી સુવિધાયુક્ત વધુ હોટલો હોવી જરૂરી છે. તાજ ગ્રુપ તો જાણીતું ગ્રુપ છે અને દેશમાં અલગ કિર્તીમાન પણ સ્થાપિત કર્યા છે. આ ગ્રુપની હોટેલ જો એકતાનગર ખાતે બને તો અહીંની પ્રગતિ અને પરિવર્તનની ગતિ પકડાશે. સરકારનો પણ એવો પ્રયાસ હતો કે, તાજ ગ્રુપ અહીં હોટલ સ્થાપિત કરવા માટેનો નિર્ણય કરે. અમને એ બાબતની ખુબ ખુશી છે કે ગ્રુપના ચેરમેન પોતે જ અહીં ઉપસ્થિત થયા છે. પ્રધાનમંત્રી ખૂદ ઈચ્છે છે કે આ હોટલનું ખૂબ ઝડપથી નિર્માણ થાય. આપણે આશા રાખીએ કે આ હોટેલ ખૂબ ઝડપથી નિર્માણ પામે જેથી પ્રવાસનની ગતિને વેગ મળશે.

અન્ય સમાચારો પણ છે...