રામદાસ આઠવલે કહ્યું....:રાજનીતિને બાજુએ મૂકી દરેક વિપક્ષી પાર્ટીએ તિરંગા યાત્રામાં ભાગ લેવો જોઈએ

નર્મદા (રાજપીપળા)2 મહિનો પહેલા

સમગ્ર ભારત વર્ષ આઝાદીના 75 વર્ષ પૂર્ણ કરી 76 માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવા જઈ રહ્યું છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આજથી “હર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત સૌ નાગરિકો પોતાના ઘર અને કાર્ય સ્થળ ઉપર ત્રણ દિવસ સુધી તિરંગો ફરકાવવાના છે. ત્યારે તિલકવાડાની કે.એમ.શાહ પબ્લિક સ્કૂલ ખાતે કેન્દ્રીય સામાજિક ન્યાય અધિકારીતા મંત્રાલયના રાજ્યમંત્રી રામદાસ આઠવલેની ઉપસ્થિતિમાં શાળાના બાળકોને તિરંગા વિતરણનો કાર્યક્રમ યોજ્યો હતો. તિલકવાડાના કાર્યક્રમ બાદ રામદાસ આઠવલે SOU-એકતાનગર સ્થિત બીઆરજી ભવન ખાતે સિંધી હેરિટેજ ફાઉન્ડેશન દ્વારા આયોજિત “સિંધી યુનિટી મહાસંમેલન”માં હાજરી આપી હતી.

રાજનીતિને બાજુએ મૂકી દરેક પાર્ટીએ તિરંગા યાત્રામાં ભાગ લેવો જોઈએઃ રામદાસ આઠવલે
હાલ કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષી પાર્ટીઓ પી.એમ મોદી વિરૂદ્ધ મોર્ચો માંડ્યો છે. ત્યારે વિપક્ષી પાર્ટીઓને કટાક્ષ મારતા રામદાસ આઠવલેએ પોતાના સાયરાના અંદાજમાં જણાવ્યું હતું કે મત લો મોદીજી સે પંગા, હર ઘર લેહેરા રહા હૈ દેશ કા તિરંગા. એમણે વધુમાં એમ જણાવ્યું હતું કે રાજનીતિને બાજુએ મૂકી દરેક વિપક્ષી પાર્ટીએ તિરંગા યાત્રામાં ભાગ લેવો જોઈએ. કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષી પાર્ટીઓ તિરંગા યાત્રામાં ભાગ નથી લેતી એ દેશની આઝાદીનો વિરોધ છે, તિરંગાનું અપમાન છે.

શુરવીરોના બલિદાનને યાદ કરવાનો અવસર
તિલકવાડાની શાળાના બાળકોને સંબોધતા એમણે જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. દેશની આઝાદીમાં મહાત્મા ગાંધી, બાળ ગંગાધર તિલક જેવા મહાન લડવૈયા, ભગતસિંહ જેવા શુરવીરોએ દેશની આઝાદીમાં બલિદાન આપ્યું છે. ત્યારે આ અવસર તેમના બલિદાનને યાદ કરવાનો છે. વિજ્ઞાન અને શિક્ષણ ક્ષેત્રે આવેલા અમૂલ પરિવર્તનોની સમગ્ર વિશ્વમાં નોંધ લેવાઈ રહી છે. દેશની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે વડાપ્રધાનની આગેવાનીમાં “હર ઘર તિરંગા” અભિયાન હેઠળ સૌ નાગરિકોએ પોતાના ઘર અને કાર્ય સ્થળ ઉપર રાષ્ટ્રધ્વજ લહેરાવીને આ પર્વની ઉજવણીમાં સહભાગી બનવું જોઈએ.

અન્ય સમાચારો પણ છે...