મંદિર હવે ભુતકાળ બન્યું:કરજણ નદી કિનારે આવેલ ઐતિહાસિક તલકેશ્વર મહાદેવ મંદિરની કરજણ નદીમાં જળસમાધિ

રાજપીપળા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રજવાડા સમયનું 100 વર્ષથી વધુ મંદિર હવે ભુતકાળ બન્યું

કરજણ નદી કિનારે આવેલ ઐતિહાસિક તલકેશ્વર મંદિર પાણીમાં ગરકાવ થઇ ગયું છે. કરજણ ડેમમાંથી છોડવામાં આવી રહેલાં પાણીના કારણે નદીમાં પુર આવ્યું છે અને કાંઠા વિસ્તારની જમીનોનું ધોવાણ થઇ રહયું છે. રજવાડા સમયનું 100 વર્ષથી વધુ સમય જૂનું પૌરાણિક અને ઐતિહાસિક તલકેશ્વર મહાદેવ મંદિર કરજણ નદીના પુરમાં ધોવાઈ ગયું છે.

મંદિરના અવશેષ પણ બચ્યા નથી ત્યારે રાજપીપલા નગરવાસીઓ માટે એક યાદગીરી આ તલકેશ્વર મંદિર બની ગયું છે. અગાઉના વર્ષે કરજણ ડેમમાંથી પાણી છોડવામાં આવતા પગથિયાં તથા પ્રોટેક્શન વોલ ધોવાઈ ગયા હતા. જ્યારે આ વર્ષે 2.10 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા મુખ્ય મંદિરે અસ્તિત્વ ગુમાવી દીધું છે.

સિનિયર સીટીઝન ભરત પાઠકે જણાવ્યું હતું કે 1970 ની સાલમાં કરજણ નદીમાં પુર ની પરિસ્થિતિ આવી હતી ત્યારે મંદિરની આગળ 30 ફુટનો રોડ અને 10 ફુટ ટેકરું હતું. અત્યાર સુધીમાં 40 ફુટ જમીન નદીના પાણીમાં ધોવાઇ ચુકી હતી. આજે મંદિર નામશેષ થઈ ગયું છે.મહાદેવના મંદિરે ભગવાન સાથે જળ સમાધિ લીધી છે હવે સુલપણેશ્વર ની જેમ.તલકેશ્વર મહાદેવ નું મંદિર નવું બનાવવું જોઇએ.

અન્ય સમાચારો પણ છે...