ઉપ રાષ્ટ્રપતિ SOUની મુલાકાતે:જગદીપ ધનખડ કેવડિયા પધારશે, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ સાથે રહેશે

નર્મદા (રાજપીપળા)2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભારત દેશના ઉપ રાષ્ટ્રપતિ જયદીપ ધનખડ વિશ્વની સૌથી ઉંચી એકતાના પ્રતીક સમી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાની મુલાકાતે આવશે. જેમની સાથે યજમાન તરીકે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ સાથે રહેશે. ઉપ રાષ્ટ્રપતિની મુલાકાતને લઈને જિલ્લા કલેક્ટરે આયોજન માટેની અધિકારીઓ સાથે કેવડિયા એકતા નગર સર્કિટ હાઉસમાં એક બેઠક કરી જરૂરી ટીમો બનાવી વિવિધ કામગીરી સોંપવામાં આવી છે. ત્યારે એક કલાકના ઉપ રાષ્ટ્રપતિ જગદીપ ધનખડ ત્રણ જગ્યાની મુલાકાત કરશે, નર્મદા જિલ્લા વહીવટી તંત્ર, SOU સત્તા મંડળ અને નર્મદા નિગમ, નર્મદા પોલીસ સુરક્ષાની જવાબદારી ઉઠાવશે. કાર્યક્રમ નક્કી થતા તંત્ર દ્વારા સુરક્ષા અને અન્ય વ્યવસ્થા માટે દોડધામ શરૂ કરી દેવાઈ છે.

આજે ગુરુવારે સવારે ઉપ રાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત બંને કેવડિયા એકતા નગર હેલીપેડ પર હેલીકૉપટર માર્ગે પહોંચશે, ત્યાંથી સીધા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત કરશે, સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબના ચરણોને પુષ્પણજલી કરશે અને પ્રદર્શન નિહાળશે, જ્યાંથી સીધા નર્મદા બંધ પર A ફ્રેમ ટોપ લેવલ પર જશે અને નર્મદા બંધ મહત્તમ સપાટીએ પહોંચ્યો જે સરદાર સરોવર નિહાળશે જરૂરી માહિતી મેળવશે. નર્મદા ડેમ પરથી સીધા આરોગ્ય વનની મુલાકાત કરશે. જ્યાં આયુર્વેદ અને કુદરતી ઔષધીય વેન ની માહિતી આદિવાસી ગાઈડ સંસ્કુત ભાષામાં સમજાવશે. ત્યાંથી સીધા હેલિપેડ પર જઈ અમદાવાદ જવા રવાના થશે.

અન્ય સમાચારો પણ છે...