નર્મદા જિલ્લા વહિવટીતંત્ર અને ગુજરાત પ્રવાસન નિગમ, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે આગામી તા.10મી જાન્યુઆરી, 2023ને મંગળવારના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2023 યોજાનાર છે. જેની પૂર્વ તૈયારીઓ અને તેના સુચારા આયોજન અંગે નિવાસી અધિક કલેક્ટર સી.એ. ગાંધીના અધ્યક્ષપદે આજે રાજપીપળા કલેક્ટરાલય ખાતે યોજાયેલી બેઠકમાં ગાંધીએ જુદા-જુદા વિભાગોને સોંપાયેલી જવાબદારીઓ અને ફરજો સંદર્ભે સૂક્ષ્માતિસૂક્ષ્મ બાબતોની પૂરતી કાળજી સાથે આ ઉજવણી સુપેરે પાર પાડીને સફળ બનાવવા અંગે ઉપયોગી માર્ગદર્શન સહિત જરૂરી સૂચનાઓ આપી હતી.
પતંગોના કરતબો માણવાના અદભૂત અવસરનો તક
સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે યોજાનારા આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2023 પ્રસંગે ગુજરાત સહિત દેશભરના વિવિધ રાજ્યો તેમજ દેશ-વિદેશના પતંગબાજો આ પ્રસંગે ઉપસ્થિત રહી મહોત્સવમાં સહભાગી બનશે. આ મહોત્સવના નોડલ અધિકારી અને નાંદોદના પ્રાંત અધિકારી શૈલેષ ગોકલાણી, SOUADTGAના અધિક કલેક્ટર ધવલ જાની અને ગુજરાત પ્રવાસન નિગમના (TCGL) ઝોનલ ઇજનેર શ્યામલ પટેલે પણ બેઠક દરમિયાન કાર્યક્રમની વ્યવસ્થાને અનુરૂપ વિવિધ સુચનો સાથે જરૂરી ચર્ચાઓ પણ કરી હતી. આ મહોત્સવથી દેશ-વિદેશના પતંગબાજોના અવનવા પતંગોના કરતબો માણવાના અદભૂત અવસરનો લાભ લેવાની સોનેરી તક મળી રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.